Resolution in the US Parliament ,celebrate the birth centenary, Pramukh Swami Maharaj

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજશ્રીનો (તિથિ પ્રમાણે એટલે કે માગસુર સુદ આઠમ )ના જન્મ દિનની સમગ્ર વિશ્વમાં BAPS મંદિર ભકિતભાવ પૂર્વક ઉજવણી થાય છ. દરેક મંદિરોમાં વિશેષ પૂજન, મહા આરતી, શણગાર દર્શન, સંતોના સત્સંગ સભા વગેરે થાય છે. આ નિમિતે વડોદરાના આટલાદરા ખાતે કોરોનાની ગાઈડ લાઈન અનુસાર ઉજવણીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને દરેક હરિભકતોને આ જન્મોત્સવની ઉજવણી પોતાના ઘરે જોવા BAPS દ્વારા જણાવાયું છે. અટલાદરા ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આ ઉજવણી કરવામાં આવશે, જેનું લાઈવ પ્રસારણ LIVE BAPS ORG ઉપર આજે રાત્રે ૭:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન કરવામાં આવશે. આ ઉપરાંત આજે અને આવતીકાલે બે ભાગ રૂપે આ કાર્યક્રમ આસ્થા ચેનલ ઉપર બંને દિવસે સાંજે ૭:૩૦ થી ૯:૩૦ દરમ્યાન દર્શાવવામાં આવશે.