ભારતીય રીઝર્વ બેંકે (RBI)એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે ભારતસ્થિત કંપનીઓએ 1 ઓકટોબર, 2022થી રૂ. 50 કરોડ કે તેથી વધુની રકમ માટે વિદેશમાં વ્યવહારો કરવા માટે બેંકો પાસેથી LEI નંબર મેળવવા પડશે. આ જોગવાઈ ફેમા (ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ) એકટ, 1999 હેઠળ કરવામાં આવી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે વિદેશી સંસ્થાઓના સંબંધમાં LEI પર માહિતી ઉપલબ્ધ ન હોવાના કિસ્સામાં, બેંકો વ્યવહાર પૂર્ણ કરી શકે છે.
રીઝર્વ બેંક ભારતીય નાણાકીય વ્યવસ્થામાં તબક્કાવાર રીતે LEI લાગુ કરી રહી છે. તે OTC ડેરિવેટિવ્ઝ, નોન-ડેરિવેટિવ માર્કેટ્સ, મોટા કોર્પોરેટ ઋણધારકો અને ઉંતી કિંમતના વ્યવહારો સાથે સંકળાયેલા પક્ષકારો માટે LEI વ્યવસ્થાનો અમલ કરી રહ્યું છે.
રીઝર્વ બેંકે કહ્યું છે કે, વિદેશી વ્યવહારો માટે LEI નંબર જારી કરવા કંપનીઓને પ્રોત્સાહિત કરી શકે છે. જોકે, એકવાર LEI નંબર જારી થઇ ગયા પછી કંપનીએ તેના તમામ વ્યવહારોમાં તેનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે.