Office of President/ANI Photo)

ભારતના 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા સામે રાષ્ટ્રના નિર્ણાયક જવાબની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની લડાઈના ઇતિહાસમાં એક ઉદાહરણ સ્થાપિત કરશે. રાષ્ટ્રપતિએ દેશની એકતા અને સંરક્ષણ ક્ષેત્રમાં વધતી જતી આત્મનિર્ભરતા પર ભાર મૂકીને નાગરિકોને આપણે ભારતીય પ્રોડક્ટ્સ ખરીદવાનો સંકલ્પ લેવાનો પણ અનુરોધ કર્યો હતો.

અમેરિકાના પ્રેસિડન્ટે ભારત પર ટેરિફ લાદી છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે સ્વદેશીની ભાવના ‘મેક-ઇન-ઇન્ડિયા’ અભિયાન અને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ જેવી રાષ્ટ્રીય પહેલોને પ્રેરણા આપે છે. ચાલો આપણે ભારતીય પ્રોડક્ટ્સ ખરીદવા અને તેનો ઉપયોગ કરવાનો સંકલ્પ કરીએ. તેમણે નાગરિકોને દેશના કારીગરોને ટેકો આપવા અને દેશની આત્મનિર્ભરતાને આગળ વધારવાનો અનુરોધ પણ કર્યો હતો.

પાકિસ્તાન સામેના રાષ્ટ્રપતિએ રજાના દિવસે નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્ણ અને સંપૂર્ણપણે અમાનવીય હત્યાની નિંદા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે સશસ્ત્ર દળોએ સરહદ પાર આતંકવાદી માળખાનો નાશ કરીને વ્યૂહાત્મક સ્પષ્ટતા અને ટેકનિકલ ક્ષમતા દર્શાવી છે.

ઓપરેશન સિંદૂરને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાવીને રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આતંકવાદ સામે માનવતાની લડાઈના ઇતિહાસમાં ઓપરેશન સિંદૂર એક ઉદાહરણ બનશે. રાષ્ટ્રની એકતા તેને વિભાજીત કરવાનો પ્રયાસ કરનારાઓ માટે સૌથી યોગ્ય જવાબ હતો. સરહદપારના આતંકવાદ પર ભારતનું વલણ સમજાવવા માટે વિવિધ રાષ્ટ્રોમાં ભારતે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલ્યાં હતાં, જે દેશનો સામૂહિક સંકલ્પ દર્શાવે છે. દુનિયાએ ભારતના વલણની નોંધ લીધી છે કે આપણે આક્રમક નહીં બનીએ, પરંતુ આપણા નાગરિકોના બચાવમાં બદલો લેવામાં અચકાઈશું નહીં.

ઓપરેશન સિંદૂરને સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભર ભારત’ મિશનની સફળતાના પુરાવા ગણાવીને રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પરિણામે સાબિત કર્યું છે કે આપણે સાચા માર્ગ પર છીએ. આપણા સ્વદેશી ઉત્પાદને એક મહત્વપૂર્ણ સ્તર પ્રાપ્ત કર્યું છે જે આપણને આપણી ઘણી સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવામાં આત્મનિર્ભર બનાવે છે. આ સ્વતંત્રતા પછીના ભારતના સંરક્ષણ ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ છે.

રાષ્ટ્રપતિએ સાતત્યપૂર્ણ સુશાસન અને ભ્રષ્ટાચાર માટે શૂન્ય સહિષ્ણુતાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને દેશના તમામ નાગરિકોને ગાંધીજીના આદર્શને સાકાર કરવા અને દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લેવાનો અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY