સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટાઇને ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા વચ્ચે પરિચય કરાવ્યો હોવાનો દાવો કરવા બદલ અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે હન્ટર બાઇડનને સામે 1 બિલિયન ડોલરનો માનહાનિનો દાવો કરવાની નોટિસ ફટકારી હતો.
અગાઉ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ભૂતપૂર્વ પ્રખુખ જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેને દાવો કર્યો હતો કે જેફરી એપ્સ્ટીને મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત કરવી હતી. તેમની વચ્ચેના સંબંધો ખૂબ જ ઊંડા અને વ્યાપક છે.’ આ નિવેદન સોશિયલ મીડિયા અને ઘણાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી વાઈરલ થયા હતા, જેનાથી મેલાનિયાની છબિને નુકસાન થયું હતું.
મેલાનિયાના વકીલ અલેજાન્ડ્રો બ્રિટોએ છઠ્ઠી ઓગસ્ટના રોજ હન્ટર બાઈડેન અને તેના વકીલ એબી લોવેલને કાનૂની નોટિસ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હન્ટર બાઈડેને તાત્કાલિક પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ અને જાહેર માફી માંગવી જોઈએ. આ ઉપરાંત આ સંબંધિત વીડિયો હટાવવો જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો 1 અબજ ડૉલર (લગભગ 8,300 કરોડ રૂપિયા) નો માનહાનિનો દાવો દાખલ કરાશે. અલેજાન્ડ્રો બ્રિટોએ નોટિસમાં લખ્યું હતું કે ‘આ ખોટા, બદનક્ષીભર્યા અને ભડકાઉ નિવેદનોએ મેલાનિયા ટ્રમ્પને ભારે નાણાકીય અને પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
