પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુરોપિયન યુનિયનના દેશોએ બુધવારે શરણાર્થીઓ અને માઇગ્રેન્ટ અંગેના કાયદામાં ધરમૂળથી સુધારા કરવાની એક સમજૂતી કરી હતી. આ સુધારામાં ગેરકાયદે આવતા લોકોની ઝડપી ચકાસણી, સરહદી અટકાયત કેન્દ્રો બનાવવા, શરણાર્થી તરીકે અરજી નકારવામાં આવી છે તેવા લોકોના ઝડપી દેશનિકાલ, તથા દક્ષિણ યુરોપના દેશો પરના શરણાર્થીના દબાણમાં ઘટાડો કરવાના વ્યવસ્થાતંત્રનો સમાવેશ થાય છે.

યુરોપિયન યુનિયનના અધ્યક્ષ તરીકે લાંબી વાટાઘાટોની આગેવાની કરનારા સ્પેને જણાવ્યું હતું કે માઇગ્રેશન અને શરણાર્થી પર EU નવા કરારની પાંચ ફાઇલો પર રાજકીય સમજૂતી થઈ છે. કરાર માટે હજુ પણ યુરોપિયન કાઉન્સિલની ઔપચારિક મંજૂરી લેવી પડશે.

કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું હતું કે માઇગ્રેશન યુરોપ સામેનો એક કોમન પડકાર છે, આજના નિર્ણયથી અમને એકસાથે તેનો સામનો કરવાની મંજૂરી મળશે. જોકે આ સમજૂતી યુરોપમાં કાયદો બને તે માટે તેને યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન પાર્લામેન્ટની મંજૂરી જરૂરી છે.

યુરોપમાં તાજેતરમાં માઇગ્રેશન એક મોટો રાજકીય મુદ્દો બન્યો છે. ઇટાલી, સ્વીડન અને નેધરલેન્ડ્સ સહિતના યુરોપિયન યુનિયન દેશોમાં રાષ્ટ્રવાદી અને એન્ટી ઇમિગ્રન્ટ્સ પાર્ટીનો ઉદય થયો છે.

પરંતુ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, ઓક્સફામ, કેરીટાસ અને સેવ ધ ચિલ્ડ્રન સહિત માઇગ્રન્ટ્સને કરતી ડઝનબંધ સખાવતી સંસ્થાઓએ સુધારાની આકરી ટીકા કરી હતી. તેમણે એક ખુલ્લા પત્રમાં કહ્યું હતું કે પેકેજ એક “ક્રૂર સિસ્ટમ” બનાવશે જે સફળ થશે નહીં.

LEAVE A REPLY

18 + 18 =