રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદાર અને પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ટ્રોફી સાથે(PTI Photo/Arun Sharma)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મંગળવાર, 3 જૂને ઇન્ડિયન પ્રીમિયમર લીગ (આઇપીએલ)ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે વચ્ચે મુકાબલો ટ્રોફી જીતવા માટે જંગ થશે.
2014 પછી પંજાબ પ્રથમ વખત આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ્યું હતું, પરંતુ ટાઇટલ જીતી શક્યું ન હતું. અગાઉ બેંગલુરુ 2009, 2011 અને 2016માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ચેમ્પિયન બની શકી ન હતી. આ આઇપીએલને આ વખતે નવી ચેમ્પિયન ટીમ મળશે.

ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પંજાબ કિંગ્સે માત્ર 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ ટાર્ગેટ 10 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

IPLના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે કુલ 36 વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બંને ટીમોએ 18-18 મેચો જીતી છે. જોકે આ વર્ષના આંકડા જોઈએ તો RCBનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સીઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ છે, જેમાંથી બેમાં RCBની જીત થઈ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઇપીએલના ઇતિહાસમાં હંમેશાં પ્રતિભાશાળી અને વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ ધરાવતી આવી છે, પરંતુ તેને ક્યારેય ટ્રોફી નસીબ થઈ નથી. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમ પણ ક્યારેય આ ટી20 લીગ જીતી શકી નથી પરંતુ આ બંને વચ્ચે ફરક એટલો જ છે કે પંજાબની ટીમનો કેપ્ટન શ્રેયસ ઐયર આઇપીએલ ટ્રોફી હાંસલ કરી ચૂક્યો છે. હજી ગઈ સિઝનમાં જ તેની આગેવાની હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સે ટાઇટલ જીત્યું હતું. આમ ઐયર માટે ઉપરા ઉપરી બે સિઝનમાં ટ્રોફી જીતવાની તક રહેલી છે.

બીજી તરફ પંજાબ કિંગ્સે રવિવારે શાનદાર પ્રદર્શન કરીને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને આશ્ચર્ય સર્જ્યું હતું. મુંબઈના 200+ના સ્કોર છતાં પંજાબે મજબૂત બેટિંગ કરીને છેક સુધી હિંમત હારી ન હતી. તેમાંય કેપ્ટન શ્રેયસ ઐયરે તોફાની બેટિંગ કરી હતી. તેણે પ્રારંભમાં વિકેટ બચાવવાની સાથે સાથે અંત ભાગમાં આક્રમક વલણ અપનાવ્યું હતું અને 41 બોલમાં અણનમ 87 રન ફટકાર્યા હતા જેમાં આઠ સિક્સરનો સમાવેશ થતો હતો. આ સાથે પંજાબે 11 વર્ષના ગાળા બાદ પહેલી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લે 2014માં તેણે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જયાં ગૌતમ ગંભીરની કોલકાતા નાઇટ રાઇડર્સ સામે તેનો પરાજય થયો હતો.

 

LEAVE A REPLY