REUTERS/Amit Dave

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની ફાઇનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ક્લોઝિંગ સેરેમનીનો પ્રારંભ થયો હતો. તાજેતરમાં પાકિસ્તાન સામે ભારતીય આર્મીના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે આ સમારંભની થીમ પણ ઓપરેશન સિંદૂર આધારિત હતી. સમગ્ર સ્ટેડિયમને ત્રિરંગાની રોશની શણગાવામાં આવી હતી.

સમાપન સમારોહમાં બોલિવૂડ સિંગર અને ગ્રેમી એવોર્ડ વિજેતા શંકર મહાદેવને પોતાના પરફોર્મન્સમાં ઓપરેશન સિંદૂરમાં દેશસેવા કરનારા સૈનિકોને સલામી આપી હતી અને પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાનારા લોકોને યાદ કર્યા હતાં. ગ્રેમી એવોર્ડ વિજેતા તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન સાથે પરફોર્મન્સ કર્યું હતું.

સમાપન સમારોહની રાષ્ટ્રભક્તિની મુખ્ય થીમને ધ્યાનમાં રાખીને ‘સબસે આગે હોંગે ​​હિન્દુસ્તાની’ અને ‘દુશ્મન કે છક્કે છુડા દે, હમ ઇન્ડિયા વાલે’ ગીતો રજૂ કરવામાં આવ્યાં હતાં. ‘ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન’, ‘સશસ્ત્ર દળોને સલામ’ અને ‘આભાર સશસ્ત્ર દળો’ જેવા સંદેશાઓ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ડિજિટલ બોર્ડ પર પ્રદર્શિત કરાયાં હતાં.
બોલીવુડના પાર્શ્વ ગાયક શંકર મહાદેવન અને તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમે ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ‘કંધે સે મિલતે હૈ કંધે’, ‘એ વતન મેરે આબાદ રહે તુ’, ‘વંદે માતરમ’ ‘સબસે આગે હોંગે ​​હિન્દુસ્તાની’ જેવા ગીતો રજૂ કરાયાં હતાં.

LEAVE A REPLY