ક્વાડના નેતાઓએ વૈશ્વિક રીતે અસર કરતા કોવિડ-19, ક્લાઇમેટ ચેન્જ, ટેકનોલોજી જેવા વિવિધ મુદ્દાઓ પર સંયુક્ત રીતે નિવેદન જાહેર કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘અમે, ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ આજે પહેલી વખત “QUAD” (ક્વાડ)ના નેતાઓ તરીકે મળ્યા છીએ. આ ઐતિહાસિક પ્રસંગે અમે અમારી ભાગીદારી અને આપણી સહિયારી સુરક્ષા અને સમૃદ્ધિની આધારશીલા સમાન છે તેવા પ્રદેશ એટલે કે મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક પ્રદેશ, કે જે સમાવેશી અને સ્થિતિસ્થાપક છે તેના પ્રત્યે કટિબદ્ધ છીએ.’ માર્ચ મહિનાથી, કોવિડ-19 મહામારીએ સતત વૈશ્વિક પીડા આપવાનું ચાલુ રાખ્યું છે; આબોહવા સંબંધિત કટોકટીઓમાં પણ વધારો થયો છે; અને પ્રાદેશિક સુરક્ષાએ અત્યાર સુધીમાં સૌથી જટિલ સ્થિતિ ધારણ કરી છે, અને તેના કારણે આપણા સૌના દેશો વ્યક્તિગત રીતે અને સાથે મળીને કસોટીના તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે. જોકે, છતાં પણ આપણો સહકાર અવિરત અને નિર્ભય રહ્યો છે.
ક્વાડ શિખર મંત્રણાના પ્રસંગે આપણી પોતાની પર અને ઇન્ડો-પેસિફિક પરના વિશ્વ તેમજ આપણે શું પ્રાપ્ત કરવાની આશા રાખીએ છીએ તે આપણી દૂરંદેશી પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક છે. સૌ સાથે મળીને, અમે સૌ મુક્ત, ખુલ્લી અને નિયમો આધારિત વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય કાયદામાં જડાયેલા અને સખતાઇ સામે નિર્ભય રહેવા માટે પુનઃકટિબદ્ધ થવાની બાબતને પ્રોત્સાહન આપીએ છીએ; જેથી ઇન્ડો-પેસિફિક પ્રદેશ અને તેના આગળ પણ સુરક્ષા અને સમૃદ્ધિને પ્રસરાવી શકાય. અમે કાયદાના શાસન, નૌકાપરિવહન અને હવાઉ ઉડાનની સ્વતંત્રતા, વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ, વસ્તીવિષયક મૂલ્યો અને દેશોની પ્રાદેશિક અખંડિતતા માટે ખડે પગે છીએ. અમે સૌ સાથે મળીને અને સંખ્યાબંધ પ્રકારના ભાગીદારો સાથે કામ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે આસિયાન (ASEAN)ની એકતા અને કેન્દ્રિતાને મજબૂત સહકાર આપવાનો અને ઇન્ડો-પેસિફિક પ્રદેશ અંગે આસિયાનના દૃષ્ટિકોણને સમર્થન આપવાનો પુનરુચ્ચાર કરીએ છીએ અને આસિયન પ્રત્યે તેમજ તેના સભ્ય દેશો કે જેઓ ઇન્ડો-પેસિફિક પ્રદેશના હાર્દ સમાન છે તેમની સાથે વ્યવહારુ અને સર્વ સમાવેશી રીતે કામ કરવાના અમારા સમર્પણને રેખાંકિત કરીએ છીએ. અમે ઇન્ડો-પેસિફિકમાં સપ્ટેમ્બર 2021 EU વ્યૂહનીતિને પણ આવકારીએ છીએ. આ અમારી પ્રથમ બેઠક હોવાથી, અમે દુનિયા પર સૌથી વધારે દબાણ લાવી રહેલા કેટલાક પડકારોને નિયંત્રણમાં લેવાની દિશામાં નોંધનીય પ્રગતિ કરી છે; આ પડકારોમાં કોવિડ-19 મહામારી, આબોહવા કટોકટી અને મહત્વપૂર્ણ તેમજ ઉભરતી ટેકનોલોજી સામેલ છે.