Doctor salman siddiki

એશિયન ડોકટરો પાસેથી સારવાર લેવાનો ઇન્કાર કરતા દર્દીઓની તરફેણ કરતા વરિષ્ઠ મેનેજર્સ

  • એક્સક્લુસિવ
  • બાર્ની ચૌધરી

સાઉથ એશિયન મૂળના ડોકટરો પાસે કેટલાક શ્વેત દર્દીઓની સારવાર કરાવવાનું બંધ કરવામાં આવી રહ્યું છે એવું ગરવી ગુજરાતને કહેવામાં આવ્યુ છે. કેટલાકે સોશ્યલ મીડિયા પર જઇને શ્વેત માતાપિતા અને શ્વેત દર્દીઓ સામે ફરિયાદ કરી છે જેઓ તેમના દ્વારા સારવાર લેવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે કહેવાતી “વ્હાઇટ લેડ કેર”ની ઘટનાઓ નવી નથી.

પરંતુ દુ:ખની વાત એ છે કે, હેલ્થ સેક્રેટરીએ આદેશ આપ્યો હોવા છતાં ગરવી ગુજરાતે જાણ્યું હતું કે વરિષ્ઠ મેનેજરોએ “રેસીસ્ટ માતાપિતા અને દર્દીઓ” તરીકે વર્ણવેલ લોકો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

બ્રિટીશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના પ્રમુખ ડૉ. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે, “ગઈ કાલે કોઈએ મને વોટ્સએપ પર સંદેશ મોકલી જણાવ્યું હતું કે  એક શ્વેત માતાપિતાએ ભારપૂર્વક કહ્યું હતું કે શ્વેત ડોક્ટર જ હોવા જ જોઈએ, જેથી મેડિકલ ડાયરેક્ટરે શ્વેત ડૉક્ટર આપવાની સંમતિ આપી હતી. જ્યારે રીપીટ કન્સલ્ટેશનનો સમય આવ્યો ત્યારે બધા અશ્વેત લોકોને દૂર કરવામાં આવ્યા હતા અને માત્ર શ્વેત ડોકટરોએ હાજરી આપી હતી. મને લાગે છે કે આ એકદમ હાસ્યાસ્પદ છે, આ દિવસોમાં અને આ યુગમાં અથવા ક્યારેય સ્વીકાર્ય નથી.”

ડૉક્ટરોના યુનિયન, બ્રિટીશ મેડિકલ એસોસિએશને કહ્યું હતું કે દર્દીની સંભાળ જેટલી અગત્યની છે તેટલું જ તેના સભ્યોનું ગૌરવ જાળવવાનું મહત્વનું હતું.

બીએમએના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે, “કોઈ પણ ડૉક્ટરને ફક્ત તેમનું કાર્ય કરવા માટે અને દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવાનો પ્રયાસ કરવા માટે કામમાં ભેદભાવનો સામનો કરવો ન જોઇએ. એનએચએસમાં કામ કરવાનો અને વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના હોવાનો આ અપેક્ષિત વધારાનો ભાર ન હોવો જોઈએ. કોઈપણ દર્દી વંશીય લઘુમતી ડોકટરો પ્રત્યે ભેદભાવ રાખે એ એકદમ ખોટું છે. જ્યારે પણ આવું થાય છે, ત્યારે અમે એનએચએસ ટ્રસ્ટ દ્વારા કાયદાકીય સહિત તમામ યોગ્ય કાર્યવાહી કરાશે તેવી અપેક્ષા રાખીશું. પ્રેક્ટીસમાં રહેલા બધા ડોકટરો માટે આરોગ્ય, સલામતી અને સંભાળનો મુદ્દો રેસિયલ ડિસ્ક્રિમિનેશન છે.”

પરંતુ તે સ્પષ્ટ છે કે કેટલાક ટ્રસ્ટ શ્વેત માતાપિતાની સાથે છે.

તા. 17ના રોજ બાળરોગ ચિકિત્સક અને હાલમાં બાળકોની દેખરેખ માટે 12 મહિનાની રજા પર ઉતરેલા ડૉ. ઝેશાન કુરેશીએ ટ્વીટ કર્યું હતું કે “માતાપિતા અને બાળ ચિકિત્સકો બંને આ કિસ્સામાં રેસીઝમ માટે નૈતિક રીતે દોષી છે. પીડીયાટ્રીશીયન્સે રેસીઝમને સક્ષમ બનાવ્યું છે કારણ કે તેમાંથી કોઈ પણ શ્વેત નહોતું. મને પણ ખબર છે કે ઇનપેશન્ટ વૉર્ડના રોટાને બદલીને શ્વેત ડોક્ટરની આગેવાની હેઠળની શીફ્ટ બનાવવામાં આવી હતી. આ અપમાનજનક છે, અનૈતિક છે અને આ ક્યારેય બનવી ન જોઇએ તેવી ઘટના છે. પીડીયાટ્રીશીયન્સે રેસીસ્ટ માતાપિતા સામે કેવી રીતે ઉભા રહેવું તે અંગે GMC અને RCPCHના માર્ગદર્શનની જરૂર છે.’’

ડો. ઝેશાન કહે છે કે ‘’કોઈપણ પ્રકારના ભેદભાવ અથવા જાતિવાદ સામે ઝીરો-ટોલરન્સનો સંદેશ ખૂબ જ ઉપરથી આવવો જરૂરી છે. વરિષ્ઠ નેતાઓએ, શ્વેત લોકોના વડપણ હેઠળની વિનંતીઓને, ભારપૂર્વક અને સ્પષ્ટપણે ના બોલવાની જરૂર છે. ડોકટરો તેમના દર્દીઓની પસંદગી કરતા નથી.’’

ડૉ. કુરેશીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “હું નૈતિક રીતે ગુસ્સે છું કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં દર્દીઓ કાયદેસર રીતે વિચારી શકે છે કે શ્વેત ડૉક્ટરની માંગણી કરવા યોગ્ય છે. તે વિશે ઉપરથી નીચે સુધી, વધુ વિશે વાત કરવાની જરૂર છે. હું નથી ઇચ્છતો કે મારા બાળકો એવા વિશ્વમાં મોટા થાય કે જ્યાં આવું સ્વીકારાતું હોય.”

તેમના ટ્વિટર થ્રેડમાં અન્ય ડોકટરોએ પણ તેમના ચોંકાવનારા અનુભવો શેર કર્યા હતા.

રોબર્ટ ક્રૂઝે કહ્યું હતું કે, “રોયલ ડેવોન અને એક્સેટર હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર તરીકે મારે એ એન્ડ ઇ ડિપાર્ટમેન્ટમાં પેટનો દુખાવો ધરાવતા શ્વેત દર્દીનો સામનો કરવો પડ્યો હતો જેણે મારી પાસે તપાસ કરાવવાની ના પાડી હતી; કારણ એટલું જ આપ્યું હતું કે હું શ્વેત નથી. કન્સલ્ટન્ટે કોઈ પણ જાતની ચર્ચા વગર તેના માટે એક શ્વેત ડોક્ટર ગોઠવ્યો હતો.’’

નામ ન આપવાની શરતે સાઉથ એશિયાના એક ડોકટરે ગરવી ગુજરાતને કહ્યું, “થોડા વર્ષો પહેલા તાત્કાલિક સારવાર વિભાગમાં એક દર્દીએ કહ્યું હતું કે તે વિદેશી ડૉક્ટર દ્વારા જોવાય તે માંગતો નથી. દુ:ખની ​​વાત છે કે, તેને બહાર ફેંકવાને બદલે શ્વેત ડોક્ટરે તેને જોયો. સૌથી ખરાબ વાત એ છે કે હું ‘વિદેશી’ પણ નથી.”

બિન-શ્વેત ચિકિત્સકોએ આ મુદ્દો અગાઉ પણ ઉઠાવ્યો છે.

2014માં, નદિમ મોગલે બીએમજેમાં પોતાના અનુભવ વિષે લખ્યું હતું કે ‘’માતાપિતાએ તેમના બાળકો માટે બિન-શ્વેત ડોકટરો દ્વારા કરાતી સારવારની ના પાડી હતી. આખરે ટ્રસ્ટના બોર્ડ દ્વારા નિર્ણયને ઉથલાવી દેવાયો હતો.

માત્ર બે વર્ષ પહેલાં, હેલ્થ સેક્રેટરી, મેટ હેનકોકે, એનએચએસ સ્ટાફ અને એમ્પ્લોયરોને લખ્યું હતું કે, “જો કોઈ દર્દી શ્વેત ડૉક્ટર દ્વારા જ સારવાર લેવાનું કહે છે, તો જવાબ ‘ના’ છે.’’

કોઈપણ વ્યક્તિને આરોગ્યસંભાળ આપતી વ્યક્તિની ત્વચાના રંગને પસંદ કરવાનો હક્ક નથી.” ટ્રોમા સર્જન, રાધાકૃષ્ણ શાનબાગે પોતાના અનુભવો તે વર્ષે આઇટીવી ન્યૂઝ પર જણાવ્યા હતા.

બીએમએના ભૂતપૂર્વ નાયબ અધ્યક્ષ પ્રોફેસર કૈલાસ ચંદે જણાવ્યું હતું કે ‘’એનએચએસમાં જાતિવાદ હજી પણ અસ્તિત્વમાં છે, અને નબળું નેતૃત્વ સમસ્યાને વધુ વિકટ બનાવે છે. તે સંસ્કૃતિ આધારિત છે. જો સંસ્કૃતિ આટલી બગડેલી હોય, ઝેરી છે, અથવા જાતિ વિરોધી છે અથવા ઇમિગ્રેશન વિરોધી છે, તો પછી આપણે કાયદા દ્વારા કેવી રીતે બદલી શકીએ? જો માનસિકતાની સમસ્યા હોય તો માનસિકતામાં પરિવર્તન આવશે ખરૂ? જ્યારે તમે નેતૃત્વને જોતા હો તો ક્લિનિકલ ડિરેક્ટર, મેડિકલ ડિરેક્ટર અથવા સીઈઓ, BAME સમુદાયોમાંથી ભાગ્યે જ તે પોઝીશન પર હશે.”

પ્રોફેસર ચંદે કહ્યું હતું કે, નેતાઓ જો જાતિવાદનો સામનો નહિં કરે તો એનએચએસ વધુ યોગ્યતા ધરાવતા ડોકટરો ગુમાવશે. જો તમારું અહીં સ્વાગત નથી એવી છાપ આપો છો તો હું ખરેખર એનએચએસના ભાવિ માટે ડરું છું. જો આપણે સાઉથ એશિયન ઉપખંડ અથવા કેરેબિયન દેશોના લોકોને આવકારીએ નહીં, તો મને ખબર નથી કે આ દેશમાં હેલ્થ કેરનું શું થશે.”

ગયા વર્ષે ગરવી ગુજરાતે જાહેર કર્યું હતું કે મિડલેન્ડ્સ અને નોર્થ ઇંગ્લેન્ડના ઓલ્ડહામ, માન્ચેસ્ટર, ડર્બી, નોટિંગહામ અને લિવરપૂલ સહિતના ઓછામાં ઓછા 13 ટ્રસ્ટમાં વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ નથી. જ્યાં નોંધપાત્ર બિન-શ્વેત સમુદાયો વસે છે.

ડૉ. મહેતાએ કહ્યું હતું કે ‘’જ્યારે 1980ના દાયકામાં યુકે આવ્યો ત્યારે મને કેટલાક જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તમને મોટાભાગના લોકો વ્યવસ્થિત અને શિષ્ટ હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ શ્વેત દર્દીઓને શ્વેત ડોકટરોની માંગણી કરવા દેવા બદલ મેનેજરો પણ દોષીત છે. કેટલાક અસામાન્ય લોકો હશે જેઓ આનો આગ્રહ રાખી શકે છે, પરંતુ મેનેજમેન્ટે ખાતરી કરાવવી જોઇએ કે આ માત્ર સ્વીકાર્ય જ નથી, આને પ્રોત્સાહન પણ આપી શકાય નહિં. મેનેજમેન્ટે ના પાડી હોય તેવી ઘટનાઓની પણ મને ખબર છે. પરંતુ થોડા મહિના પહેલા, એક ઘટનામાં દર્દીએ શ્વેત ડૉક્ટરની માંગ કરતા મેનેજમેન્ટે ઠીક કહ્યું હતું. પરંતુ ખરેખર તેમણે એવું કહેવું જોઈએ કે જો તમે આ ડૉક્ટરને જોવા માંગતા ન હો તો અમે તમારી સારવાર કરી શકતા નથી. અહીં મેનેજમેન્ટની જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે. ડૉક્ટરો જનરલ મેડિકલ કાઉન્સિલને જવાબદાર હોય છે. તેઓ ડોકટરોના રેગ્યુલેટર્સ છે, જ્યારે મેનેજરો માટે કોઇ રેગ્યુલેટર્સ નથી. આ એક સમસ્યા છે જેને અમે ઘણી વખત ઉઠાવી છે અને તેને વધારતા રહીશું. ભલે તમે તેને સંસ્થાકીય જાતિવાદ કહેતા હો કે કોલોનીયલ એટીટ્યુડ કહો, કે પછી પોતાને શ્રેષ્ઠ કહો. પરંતુ તે સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી.”

બીએમએના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપૌલ જણાવ્યું હતું કે “કોઈ પણ ડોકટર દર્દીના રંગ અથવા બેકગ્રાઉન્ડના આધારે જોવાની ના પાડે તે સ્વીકાર્ય નથી કે કોઈ પણ ડોકટરને તેમના રંગ, વંશીય પૃષ્ઠભૂમિ અથવા ધાર્મિક માન્યતાઓને લીધે દર્દી સારવાર કરાવવાની ના પાડે તો ભેદભાવ અને શરમનો ભોગ બનવું પડે છે. વંશીય લઘુમતી ડોકટરોના અતુલ્ય કાર્ય વિના NHS જીવી શકs નહીં. NHSના ઘણા ડોકટરોની કુશળતા અને શ્રેષ્ઠતાની ઉજવણી કરવી જોઈએ અને તેનું મૂલ્ય હોવું જોઈએ. સુનિશ્ચિત કરવું કે અમારી આરોગ્ય સેવામાં બધા ડોકટરો સમાનતા, માન અને આદર સાથે વર્તે છે તે અગ્રતાની બાબત હોવી જોઈએ.”

ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર વિભાગે કહ્યું હતું કે ‘’એનએચએસ પીપલ પ્લાન સ્પષ્ટપણે નિર્ધારિત કરે છે કે “જે કોઈ પણ વ્યક્તિ ભેદભાવ ભોગવે છે, અથવા તેના સાક્ષી છે તેમણે તેની જાણ કરવી જોઈએ.”

એક પ્રવક્તાએ કહ્યું હતું કે “આપણી આરોગ્ય સેવામાં જાતિવાદ અને પૂર્વગ્રહ પ્રત્યે ઝીરો ટોલરન્સ અખત્યાર કરાય છે. હેલ્થકેર કર્મચારીઓએ તંદુરસ્ત, સમાવિષ્ટ અને માયાળુ સંસ્કૃતિ સાથે પર્યાવરણમાં કામ કરવાની અપેક્ષા રાખવી જોઈએ – જ્યાં કોઈ જાતિગત ભેદભાવ ન હોય.”

વિશ્લેષણ

સરકારના તાજેતરના આંકડા મુજબ, NHSના 115,516 ડોકટરોમાંથી, 53,157 અથવા 46 ટકા ડૉક્ટર બિન-શ્વેત છે. NHSમાં લગભગ 35,000 અથવા 30 ટકા જેટલો હિસ્સો એશિયન ડૉક્ટરોનો અને 29 ટકા કન્સલ્ટન્ટ છે. હોસ્પિટલના લગભગ 75 ટકા પ્રેક્ટિશનર અથવા ક્લિનિકલ આસીસ્ટન્ટ શ્વેત છે. કોઈપણ ચોક્કસ તબીબી ગ્રેડમાં શ્વેત કર્મચારીઓની આ સૌથી વધુ ટકાવારી છે. અન્ય સિનિયર ગ્રેડની તુલનામાં સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ટકાવારીનાં એશિયન ડોકટરો લગભગ 43 ટકા જેટલા છે. વધુ મહિતી માટે જુઓ. https://public.flourish.studio/visualisation/6493675/