(Photo by Justin Setterfield/Getty Images)

રેલ અધિકારીઓએ આ અઠવાડિયે ઑફિસમાં પાછા ફરતા મુસાફરોને છેલ્લી ઘડીના કેન્સલેશન, વધુ ભીડવાળી ટ્રેનો અને એન્જિનિયરિંગ કામોને કારણે થતા વિલંબની અપેક્ષા રાખવા ચેતવણી આપી છે. દસમાંથી એક સ્ટાફ બીમાર પડતા કેટલાક સ્ટેશનો પર લગભગ ત્રીજા ભાગની રેલ સેવાઓ ક્રિસમસ દરમિયાન બંધ કરવામાં આવી હતી.

અવંતી વેસ્ટ કોસ્ટ, ક્રોસકંટ્રી, ગ્રેટર એન્ગ્લિયા, લંડન નોર્થ ઈસ્ટર્ન રેલવે, નોર્ધન, ટ્રાન્સપેનાઈન એક્સપ્રેસ અને ટ્રાન્સપોર્ટ ફોર વેલ્સે પહેલાથી જ ઘટાડેલા સમયપત્રકની જાહેરાત કરી હતી. ઑપરેટર સધર્ને જાહેરાત કરી છે કે 10 જાન્યુઆરી સુધી બ્રિટનના બીજા સૌથી વ્યસ્ત સ્ટેશન, લંડન વિક્ટોરિયાથી કોઈ ટ્રેન દોડશે નહીં. માન્ચેસ્ટર એરપોર્ટ પર મુસાફરોને સૌથી વધુ અસર થઈ છે, ત્યાં નવા વર્ષના દિવસે 30 ટકા સુનિશ્ચિત સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. વેસ્ટ કોસ્ટ મેઈનલાઈન પરના મુસાફરોને 12 જાન્યુઆરી સુધી વિક્ષેપનો સામનો કરવો પડશે.

સ્ટાફના અભાવે બીન કલેક્શનને સસ્પેન્ડ કરાતા સમગ્ર દેશમાં કચરાના બીન અને રિસાયક્લિંગ કન્ટેનર ઉભરાઈ રહ્યા છે. બ્રિટનની કેટલીક કાઉન્સિલોને સ્ટાફની અછત વચ્ચે સેવાઓ ઘટાડવા અથવા સ્થગિત કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ આ અઠવાડિયે સમગ્ર બ્રિટનમાં કામ પર પાછા ફરતા રેલ મુસાફરોને વિલંબ અને કેન્સલેશન્સનો સામનો કરવો પડે છે. દર દસમાંથી એક NHS કર્મચારી બીમારીને કારણે નવા વર્ષની પૂર્વસંધ્યાએ હોસ્પિટલોમાં જઇ શક્યા ન હતા.