કોંગ્રેસના નેતા રાજીવ સાતવ (ફોટો સૌજન્ય ટ્વીટર એકાઉન્ટ @RahulGandhi) ·

કોરોના વાઇરસના સંક્રમણ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 46 વર્ષ હતી. ગયા મહિને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પૂણેની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હતી અને વેન્ટિલેટર સપોર્ટ પર હતા. રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમના અવસાન અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મારા મિત્ર રાજીવ સાતવના અવસાનથી મોટું નુકસાન થયું છે.
રાજીવ સાતવ કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાદમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પુણેની જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને રાજીવ સાતવના અવસાનની જાણકારી આપી હતી. સુરજેવાલાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘નિશબ્દ! આજે એક એવો સાથી ગુમાવ્યો જેણે સાર્વજનિક જીવનનું પહેલું પગલું યુવા કોંગ્રેસમાં મારી સાથે રાખ્યું હતું.