(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને આગામી વર્ષથી શરૂ થનારી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એલએલસીનું પહેલું સત્ર આગામી વર્ષે જાન્યુઆરી 2022માં ખાડીના કોઈ દેશમાં આયોજિત થવાનું છે. આ લીગમાં ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુકેલા ખેલાડીઓ ભાગ લેવાના છે.

આ લીગના આયોજકોની જાહેરાતમાં શાસ્ત્રીએ કહ્યું કે, ‘ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું ખૂબ સારૂં લાગે છે, ખાસ કરીને રમતના એ દિગ્ગજો સાથે જે પોતાના સમયના ચેમ્પિયન રહ્યા છે. આ ગંભીર ક્રિકેટની સાથે ખૂબ મજેદાર પણ બનવાનું છે. આ દિગ્ગજોને કશું પણ ફરી સાબિત નથી કરવાનું પરંતુ તેમની પ્રતિષ્ઠા દાંવ પર લાગી હશે.’
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હું તમને આશ્વસ્ત કરી શકું છું, એ જોવાનું ખૂબ દિલચસ્પ રહેશે કે તેઓ આના સાથે કેવો ન્યાય કરે છે. લીજેન્ડ્સ લીગ ક્રિકેટનો હિસ્સો બનીને હું ખૂબ રોમાંચિત છું. આ એક અનોખી પહેલ છે અને અમને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્વળ દેખાઈ રહ્યું છે.’