ભારતીય રીઝર્વ બેન્કે અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સ-ગેટવે ટુ એક્સેસ ઈન્ફર્મેશન (UDGAM) નામથી સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ શરૂ કર્યું છે. જેના દ્વારા થાપણદારો તેમની વિવિધ બેન્કોમાં અનક્લેઈમ્ડ ડિપોઝીટ્સ અંગે સરળતાથી માહિતી એક જ સ્થાનેથી મળી શકશે. આ ડેટા વધુ સારી રીતે અને વ્યાપક રીતે મળી શકે તે માટે આરબીઆઈએ આ ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેમાં વિવિધ બેન્કોમાં રહેલી અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સની માહિતી મળશે.

અગાઉ એપ્રિલમાં આરબીઆઈએ આ પ્રકારની પોર્ટલ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. રીઝર્વ બેન્ક ઈન્ફ્રમેશન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (ReBIT) અને ઈન્ડિયન ફાઈનાન્શિયલ ટેક્નોલોજી એન્ડ એલાઈડ સર્વિસીઝ (IFTAS) સાથે ભાગીદારીમાં આરબીઆઈએ આ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ પરથી ગ્રાહકો અનક્લેઈમ્ડ ડિપોઝિટ કઈ રીતે મેળવી શકાય અને તેનું એકાઉન્ટ કઈ રીતે એક્ટિવ કરવું તેની માહિતી મેળવી શકશે.

LEAVE A REPLY

4 + three =