ભારતની સેન્ટ્ર બેન્ક RBIએ વિશ્વની અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસ કંપની ડોઇચ્ચ બેન્ક એજીને સોમવારે રૂ. 2 કરોડનો જંગી દંડ ફટકાર્યો હતી. . થાપણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં RBIએ ડ્યૂશ બેન્કને દંડ ફટકાર્યો હતો.

RBIએ 12મી જાન્યુઆરી, 2021ના રોજ આદેશ જારી કરીને જણાવ્યું હતું કે ડોઇચ્ચ બેન્કે પર રૂ.2 કરોડનો નાણાંકીય દંડ કરવામાં આવ્યો છે. આ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ના સેક્શન46(4)(i)માં રહેલી કલમ 47 A (1) (c)ની જોગવાઇઓ હેઠલ ફટકરાવામાં આવ્યો છે. આ કાર્યવાહી નિયમોના પાલનમાં ઉલ્લંઘન અને ખામીઓને પગલે કરવામાં આવી છે. વિદેશી બેન્કને આ અગાઉ RBI તરફથી એક નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, RBIના નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેને શા માટે દંડ ન કરવો જોઇએ. બેન્કનો જવાબ સંતોષકારક ન જણાતા RBIએ નિયમોનું પાલન ન કરવાના આરોપમાં દોષી ગણીને આ પેનલ્ટી કરી હતી