ફ્રાન્સમાં પોલીસ ગોળીબારમાં 17 વર્ષના કિશોરના મોત પછી ચાલુ થયેલા તોફાનો 3 જુલાઈ 2023એ સતત પાંચમાં દિવસે ચાલુ રહ્યાં છે. REUTERS/Pascal Rossignol

ફ્રાન્સમાં પોલીસ ગોળીબારમાં એક કિશોરના મોત પછી ફાટી નીકળેલા રમખામણો શનિવારની સાંજે સ્વિત્ઝર્લેન્ડમાં પણ ફેલાયાં હતાં. લૌઝાન શહેરમાં સેકડો યુવાનોએ દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસે આ તોફાનોમાં છ કિશોરોની ધરપકડ કરી હતી. શનિવારે સાંજે લૌઝાનમાં પથ્થમારો કરવામાં આવ્યો હતો. તેનાથી દુકાનોની બારીનો નુકસાન થયું હતું. તોફાનીઓએ ખાસ કરીને સ્નીકર સ્ટોરને ટાર્ગેટ બનાવ્યો હતો. છ કિશોરો ઉપરાંત પુખ્ત વયના એક વ્યક્તિની પણ ધરપકડ કરાઈ હતી.

લૌઝાન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું ફ્રાન્સમાં ભડકેલી હિંસાને પગલે સેકડો યુવાનો મધ્ય લૌઝાનમાં એકઠાં થયાં અને દુકાનોનો નુકસાન પહોંચાડ્યું હતું. દેખાવકારોને અંકુશમાં લેવા માટે લગભગ 50 પોલીસ અધિકારીઓ તૈનાત કરાયાં હતાં. ધરપકડ કરાયેલામાં ત્રણ યુવતીઓ હતી, જે બોસ્નિયન, પોર્ટુગીઝ અને સોમાલીની નાગરિક છે. ત્રણ કિશોરમાં એક સ્વિસ, એક જ્યોર્જિયન અને એક સર્બિયન નાગરિક છે.

LEAVE A REPLY

twelve − 10 =