યુરોપિયન યુનિયન રશિયાના ગેસ, ક્રૂડ ઓઇલ અને કોલસા પરના અવલંબનમાં તબક્કાવાર ધોરણે દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. યુક્રેન પર રશિયાના આક્રમણ જેવી ભૂરાજકીય કટોકટીમાં પોતાના અર્થતંત્રોને નુકસાન ન થાય અને રશિયા સામે આકરા નિર્ણયો લઈ શકાય તે માટે યુરોપના દેશોએ હિલચાલ કરી છે. યુરોપના દેશો સામાન્ય રીતે આશરે 40 ટકા ગેસ સપ્લાય રશિયામાથી મેળવે છે. યુરોપિયન યુનિયનના દેશોના નેતાઓની બેઠક ગુરુવારથી શરૂ થશે. આ સમીટના ઘોષણાપત્રના મુસદ્દામાં રશિયાના એનર્જી આયાત પરના અવલંબનમાં તબક્કાવાર ધોરણે બંધ કરવાની દરખાસ્ત છે.