(Photo by STRDEL/AFP via Getty Images)

ઘણા લાંબા સમયથી બહુચર્ચિત બિગ બોસ શો આવશે કે નહીં આવે એ અંગે ચર્ચાઓ અને અનિશ્ચિતતાઓ ચાલતી હતી. થોડાં વખતથી કલર્સ ટીવી અને શોના પ્રોડક્શન હાઉસ બાનિજય એશિયા વચ્ચે વિવાદ પણ હતા તેવું કહેવાય છે. તેથી બિગ બોસની 19મી સીઝન રદ્ થાય તેવી શક્યતા હતી. હવે એવું કહેવાય છે કે, આ શોની નવી સીઝન નિશ્ચિત થઈ ગઈ છે અને તેને એન્ડીમોલ શાઇન ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.

આ શોના હોસ્ટ તરીકે સલમાન ખાન જ હશે એ પણ નક્કી જ છે. હવે એવી પણ સંભાવના છે કે જુલાઈ મહિનામાં આ શો શરૂ થઈ શકે છે. જોકે, બિગ બોસના મેકર્સ તરફથી આ અંગે હજુ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ એવી અફવા હતી કે આ શોની નવી સીઝન રદ્ થવા પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે આ તેના સૌથી મોટા સ્પોન્સર પાછળ ખસી ગયા હતા, તેથી કોઈ ફંડ વિના શો શરૂ કરવો મુશ્કેલ હતો. વધુમાં શો નવી ચેનલ પર જાય એવી પણ ચર્ચા હતી, કારણ કે સોની ટીવી અને શોના પ્રોડક્શન હાઉસ વચ્ચે કોઈ વિવાદ થયો હતો.

તેથી બિગ બોસ કલર્સના બદલે સોની પર દર્શાવવામાં આવે તેવી સંભાવના હતી. સલમાન ખાન 2014થી શોની ચોથી સીઝનથી બિગ બોસ શોનું સંચાલન કરે છે, તેના કારણે તેણે આ શોના દર્શકો તેની સાથે ગાઢ રીતે જોડાયેલા છે. સલમાન ખાન આ શોનો ચહેરો બની ગયો છે, તેની સંચાલનની અલગ શૈલીથી પ્રભાવિત થઈને પણ ઘણા લોકો બિગ બોસ નિહાળે છે. એટલું જ નહીં, શોમાં આવતા ઘણા સ્પર્ધક પણ સલમાન ખાનને કારણે તેમાં ભાગ લે છે.

 

LEAVE A REPLY