ગાય્ઝ અને સેન્ટ થોમસ હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે બાળરોગના કાર્ડિયોલોજીના પ્રોફેસર શકીલ અહેમદ કુરેશીએ નાઈટહુડ મેળવ્યા બાદ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “સન્માન મળવાના કારણે વિશેષાધિકૃત થયા હોવાની લાગણી થાય છે. હું મારા સામાન્ય કામ અને જવાબદારીઓ વિશે ધ્યાન આપું છું અને તેને ઓળખવામાં આવ્યું તે બદલ આનંદ થયો. જ્યારે હું ક્વોલિફાય થયો, ત્યારે ખરેખર પડકારો સામે આવ્યા હતા. ત્વચાના રંગને કારણે સરળતાથી નોકરી મેળવી શકાતી ન હતી. મને વિવિધ લોકોએ એક જ સલાહ આપી હતી કે મારે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે મારે બીજા બધા કરતાં પણ વધુ મહેનત કરવી પડશે.’’