અમદાવાદમાં શિવરંજની પાસે સોમવાર રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકોને ગંભીર ઇજા થઈ હતી. (PTI Photo)

અમદાવાદમાં શિવરંજની પાસે સોમવાર રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકોને ગંભીર ઇજા થઈ હતી. કાર ચાલકે ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન પરિવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં શ્રમજીવી પરિવારની એક મહિલાનું મોત થયું હતું અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાા.

શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે પોણા એક વાગ્યાની આસપાસ આ હિટ એન્ડ રનની ઘટના બની હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના બાદથી કારમાં સવાર લોકો ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર લોકોની તપાસ હાથ ધરી છે

સૂત્રો મુજબ બે કાર વચ્ચે રેસ લાગી હતી. તેનાથા કાર ચાલકે અંકુશ ગુમાવતા કાર કાર ફૂટપાથ પર ફરી વળી હતી જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ સંતુબેન તરીકે થઈ હતી.