(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની નવી ફિલ્મ આવવાની ચર્ચા બોલીવૂડમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં જેકી ભગનાની પણ હોવાની ચર્ચા છે. આ એક રોમેન્ટિક ફિલ્મ હશે જેમાં શ્રદ્ધા મુખ્ય ભૂમિકામાં હશે. સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધા કપૂરે આ ફિલ્મ સાઇન કરી લીધી છે. ઘણા મહિનાથી તે ફિલ્મમેકર્સ સાથે આ ફિલ્મ બાબતની વાતચીત કરી રહી હતી. શ્રદ્ધાને ફિલ્મની સ્ટોરી પસંદ પડી ગઇ હોવાથી તેણે ફિલ્મ સાઇન કરી લીધી છે. જો બધું યોગ્ય રીતે પાર પડશે તો આ વર્ષે જ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. આ ફિલ્મમાં પ્રોડ્યુસર-ડાયરેક્ટર રાજકુમાર રાવને મુખ્ય પાત્ર આપવા ઇચ્છે છે. તો બીજી તરફ જેકી ભગનાનીને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સાથે લાંબા સમયથી કામ કરવાની ઇચ્છા હતી, જે હવે પૂરી થઇ હોવાનું કહેવાય છે. આ અગાઉ તેઓ સ્ત્રી ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.