ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદે–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતેથી રૂ. ૧.૭૫ કરોડ વધુની કિંમતનો બનાવટી એન્‍ટિબાયોટીક દવાઓ સહીતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદે અન્ય રાજ્યની લાયસન્‍સ ધરાવતી પેઢીના નામનો ઉપયોગ કરી માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના બિમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કર્યું હતું. અગાઉ ઓક્ટોમ્બર ૨૦૨૩માં પણ આ તંત્ર દ્વારા અમદાવાદ અને હિંમતનગર ખાતેથી ૫૫ લાખ રૂપિયાની બનાવટી દવાઓનુ રેકેટ પકડી પાડ્યું હતું.

LEAVE A REPLY

13 − twelve =