Getty Images)

સુશાંત સિંહની ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર 6 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ થાય તે અગાઉ જ ટ્વીટર પર તે ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ફેન્સ પોતાના ફેવરીટ સ્ટારને યૂટ્યૂબ પર હિટ કરવા માગતા હતા જેના કારણે આ ફિલ્મનું ટ્રેલર ટ્રેન્ડ થયું હતું અને આખરે એવું જ થયું.

દુનિયાભરના ફેન્સે સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરને એટલી વખત જોયું કે હવે તે યૂટ્યૂબ પર સૌથી વધુ વખત દેખાનારું ટ્રેલર બની ગયું છે. દુનિયાભરના ફેન્સે સાથે મળીને આ ટ્રેલરને એટલું હિટ કરી દીધું છે કે અત્યાર સુધીમાં આ ફિલ્મના ટ્રેલરને 29,746,281 લોકોએ જોયું છે. આ સાથે જ આ ટ્રેલરે કેટલાક રેકોર્ડ્સ બ્રેક કરી દીધા છે.
24 કલાકની અંદર આ ટ્રેલરને યૂટ્યૂબ પર લગભગ 50 લાખથી વધુ લાઈક્સ મળી ગયા છે જ્યારે છ મિલિયન લાઈક્સ મળી ચૂક્યા છે.

જે અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ‘એવેન્જર્સઃ ઈનફિનિટી વોર’ અને ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ કરતા પણ વધારે છે. આ બંને ફિલ્મોને 24 કલાકની અંદર ક્રમશઃ 36 લાખ અને 29 લાખ લાઈક્સ મળ્યા હતા.સુશાંતની આ ફિલ્મથી સંજના સાંધી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને ડાયરેક્ટર મુકેશ છાબડાની પણ આ પહેલી ફિલ્મ છે. આમ તો આ ફિલ્મ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ રિલીઝ થવાની હતી પરંતુ કોઈ કારણસર તે રિલીઝ થઈ શકી નહતી. આ ફિલ્મને હોલિવૂડ ‘ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર’ની રીમેક ગણવામાં આવી રહી છે.