Getty Images)

સોશિયલ મીડિયા પર પ્રશંસકો અને કલાકારો સાથે એક સેતુ છે જેનાથી તેઓ એકબીજા સાથે જોડાયેલ રહે છે. દર્શકો તેમના દિલની વાત કરતા રહેતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વાત ચર્ચામાં છે. ‘અંગ્રેજી મીડિયમ’માં ઇરફાન ખાન સાથે કામ કરનારી અભિનેત્રી તિલોત્તમા શોમને સોશિયલ મીડિયા પર તેના એક પ્રશંસકે લગ્નનો અજીબો ગરીબ પ્રસ્તાવ આવ્યો છે. તિલોત્તમાએ આ લગ્ન પ્રસ્તાવને તેના ચાહકો સાથે શેર કર્યો છે.

આ લગ્ન પ્રસ્તાવ વાંચીને તમને ખુબજ હસવું આવશે. અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ મળ્યો કે, “હું તને પ્રેમ કરું છું, તમે જીવનભર મારી સાથે રહેશો મારી સાથે લગ્ન કરશો? હું વર્જિન અને શાકાહારી છોકરો છું, જે આરએનએ 16 સિક્વન્સ મેઇલ વર્જિનિટી ટેસ્ટ, લાઇટ ડિટેક્ટર નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપિંગ ટેસ્ટ માટે હંમેશા તૈયાર છુ ‘તેના ચાહકનો આ સંદેશ શેર કરતાં, તિલોત્તમાએ લખ્યું- ‘આ કેવો શાકાહારી મજાક છે ભાઈ, ના આભાર બાય બાય ટાટા, અલવિદા તિલોત્તમાની આ પોસ્ટ પર યૂઝર્સ પણ ભરપેટ મજાક માણી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે લગ્ન કરી લે છોકરો હીરો છે. એક યૂઝરે લખ્યુ કે આ ભાઇએ ચોક્કસ નશો કર્યો છે તો જ આવી વાત કરી શકે. એક બીજા યૂઝરે લખ્યુ કે અરે ભાઇ પહેલા કોવિડ -19નો ટેસ્ટ કરાવી લે એ સારૂ રહેશે તારા માટે.
તિલોત્તમાએ ઇરફાન ખાન સાથે ‘અંગ્રેજી મીડિયમ’માં શાનદાર રોલ નિભાવ્યો હતો. આ પહેલા તે ઇરફાનની ફિલ્મ હિન્દી મીડિયમ અને કિસ્સા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તિલોત્તમા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. તે અવાર નવાર દર્શકો સાથે તેનો અનુભવ શેર કરતી રહે છે.