File Photo

સીરીયા અને ઇરાકના આતંકવાદી સંગઠન IS માં જોડાવા બદલ જેલમાં ગયેલી 32 વર્ષની પ્રથમ બ્રિટિશ મહિલા તરીના શકીલે ટીવી ઇન્ટરવ્યુઅરને કહ્યું હતું કે ISમાં જોડાવા જવા જતા પહેલા “મારે રજા પર જવું જોઈતું હતું અને ત્યાંથી પાછા આવવું જોઈએ.”

રિયલિટી ટીવી શો પ્રત્યેના તેના પ્રેમને કારણે ‘ટોવી જેહાદી’ તરીકે ઓળખાવાયેલી અને AK47 સાથે ફોટો ધરાવતી તરીના તેના એક વર્ષના પુત્રને લઇને કલ્ટનો ભાગ બનવા માટે તરીના શકીલ 2014માં IS માં જોડાવા માટે સીરિયા ગઈ હતી. ભૂતપૂર્વ હેલ્થ વર્કર તરીનાએ દાવો કર્યો હતો કે ‘’તે સમયે હું મારા શ્રેષ્ઠ સંસ્કરણથી દૂર હતી’. તેને 2016માં છની જેલની સજા કરાઇ હતી.

તેણે ગઈ રાતની ITV ડોક્યુમેન્ટ્રી ‘’તરીનાઃ રિટર્ન ફ્રોમ ISIS’’ માં આ ટિપ્પણી કરી હતી.