(ISABEL INFANTES/AFP via Getty Images)

સરકારે આજે ​​રસીની રેસ ઝડપી બનાવવા માટે ટાસ્ક-ફોર્સનું અનાવરણ કર્યું હતુ. જેમાં ઉદ્યોગો, શિક્ષણશાસ્ત્રીઓ, સરકાર અને રેગ્યુલેટર્સને જોડવામાં આવ્યા છે જેઓ ભવિષ્યમાં રસી તૈયાર કરી તેનુ મોટોપાયા પર ઉત્પાદન કરી શકશે. જો કે એવો ભય છે કે લાખોને આપવા માટે તૈયાર થવામાં તેને 18 મહિનાનો સમય લાગી શકે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ આગામી સપ્તાહે માનવ પર રસીના પરીક્ષણો શરૂ કરવાની યોજના બનાવી છે.

દરમિયાનમાં યુકેમાં આજે મૃત્યુઆંકની સંખ્યા 14,576 ઉપર પહોંચી ગઈ હતી અને છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલોમાં 847 નવા મોત નોંધાયા છે. બીજી તરફ વિશ્વભરમાં 2.15 મિલિયનથી વધુ લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે અને 145,000 લોકોના મોત થયા છે. બ્રિટનમા કુલ 108,692 લોકો સંક્રમિત થયા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 5,599 લોકોનો ઉમેરો થયો છે.

એનએચએસ ઇંગ્લેન્ડે હોસ્પિટલમાં 738 લોકોના મોતની ઘોષણા કરી હતી. જેમાં સૌથી ઓછી ઉંમરના દર્દીની વય 32 વર્ષનો અને સૌથી વયસ્કની વય 101 હતી. જ્યારે 34 વર્ષીય અજાણ્યા દર્દી સહિત 30 દર્દીઓની સ્વાસ્થ્યની કોઈ સમસ્યાઓ નહોતી. સ્કોટલેન્ડમાં 58,  નોર્ધર્ન આયર્લેન્ડમાં 18 અને વેલ્સમાં 11 મોતની ઘોષણા કરવામાં આવી છે.

આજે ટેન ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પ્રેસ બ્રિફીંગમાં બિઝનેસ સેક્રેટરી આલોક શર્મા, યુકેના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર પ્રો. ઇવોન ડોલે સાથે પત્રકારોને સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે ‘’નવા કેસો અને ઇન્ટેન્સિવ કેર યુનિટના દર્દીઓની સંખ્યા સ્થિર થઈ રહી છે.’’

કોરોનાવાયરસની સારવાર માટે હાલની દવાઓનો ઉપયોગ કરીને 5,500 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરાઇ રહ્યુ છે. સરકાર સોશ્યલ કેર અને અન્ય ફ્રન્ટલાઈન કામદારોને પણ તેમાં સમાવવા માંગે છે. સરકાર હજી પણ મહિનાના અંત સુધીમાં એક દિવસમાં 100,000 પરીક્ષણો કરવાની યોજના બનાવી રહી છે. લૉકડાઉન હળવુ કરવામાં આવે તે પહેલાં યુકેમાં મૃત્યુ અને ચેપના દરમાં “સતત ઘટાડો” થવો જ જોઇએ.

ડબ્લ્યુએચઓના ભૂતપૂર્વ અધિકારીએ ચેતવણી આપી છે કે ચેપના દસ ઉથલા આવી શકે છે અને પહેલાં રોગચાળામાં 40,000 લોકો જીવ ગુમાવી શકે છે. બ્રિટીશ હોસ્પિટલોમાં સતત છ દિવસ સુધી 900થી ઓછા મૃત્યુ નોંધાયા છે. યુકે માટે ચાર કાળા દિવસો 8થી 11 એપ્રિલની વચ્ચે રહ્યા હતા જેમાં કુલ 3,716 લોકોની જાનહાનિ થઈ હતી. જેમાં 10 એપ્રિલનો દિવસ કાળમુખો હતો અને 980 લોકો મોતને ભેટ્યા હતા. જે તમામ યુરોપિયન દેશો કરતાં વધુ ખરાબ હતો.

યુકેમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 14,576 બતાવાય છે પરંતુ આશંકા છે કે હજારો છુપાયેલા મોતનો તેમાં સમાવેશ કરાયો નથી. શુક્રવારે નવા કેસોની સંખ્યામાં વધારો થતા બ્રિટનમાં ખૂની ચેપ ઝડપથી ફેલાય છે તેવી ચિંતા વ્યક્ત કરાઇ હતી.

  • સીમ્ટમ્સ ટ્રેકિંગ એપ્લિકેશનમાં ગઈકાલે જણાયુ હતુ કે કિલર વાયરસના કહેવાતા લક્ષણો જેવા કે ઉધરસ અને તાવમાં એક પખવાડિયામાં 70 ટકાનો ઘટાડો થયો છે.
  • ઈમ્પિરીયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે વાયરસના ફેલાવાને રોકવા માટેના કડક પગલાંથી મોતની સંખ્યા આશરે 20,000 જેટલી થશે. પણ જો લોકડાઉન ન લાગાવાયુ હોત તો 5 લાખ લોકો મરણ પામે તેવુ અનુમાન હતુ.
  • ડ્યુક ઓફ કેમ્બ્રિજ અને ડચેસે જાહેર કર્યું કે તેઓ ઇસ્ટરની રજાઓ દરમિયાન તેમના બાળકોને કહ્યા વગર જ હોમસ્કૂલીંગ કર્યુ હતુ.
  • લંડનના મેયર સાદિક ખાને ટ્યુબ અને બસોમાં ફરજિયાત માસ્ક પહેરવાની હાકલ કરી છે.
  • નિકોલા સ્ટર્જને મંત્રીઓને વિનંતી કરી છે કે તેઓ લોકો પુખ્ત વયના છે તેમ માનીને વર્તન કરે.
  • યુકેની કોરોનાવાયરસ સ્ક્રિનિંગ નીતિ વિશે પ્રશ્નો ઉભા થયા છે કારણ કે દરરોજ 15,000 લોકો બ્રિટનમાં ટેસ્ટ વગર પ્રવેશે છે.
  • ઇંગ્લેન્ડ 1966 વર્લ્ડ કપના વિજેતા અને લીડ્સ યુનાઇટેડના નોર્મન હન્ટરનું કોરોનાવાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ થયાના એક અઠવાડિયા પછી 76 વર્ષની વયે મૃત્યુ થયું હતુ.
  • ત્રીજી પુત્રીને જન્મ આપ્યા પછી એક જ અઠવાડિયામાં ડાયાબેટીક માતાનુ કોરોનાવાયરસથી મૃત્યુ થયું હતું
  • ગંભીર બીમાર દર્દીઓને એક જ અઠવાડિયામાં સાજા કરવામાં મદદ કરતી પ્રાયોગિક ઇબોલા દવા મળી આવ્યા પછી કોરોનાવાયરસ માટે આશા ઉભી થઈ છે.
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્પષ્ટ સમર્થનથી યુ.એસ.માં લોકડાઉન વિરોધી વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે.
  • બીજી તરફ જર્મનીનું કહેવું છે કે તેમને ત્યાં રોગચાળો કાબૂમાં છે અને વાયરસ ધરાવતી દરેક વ્યક્તિ સરેરાશ એક કરતાં ઓછી વ્યક્તિને ચેપ લગાવે છે.
  • ચીને વુહાનમાં ફાટી નીકળેલ રોગચાળાને છુપાવ્યો હોવાનુ નકારી કાઢ્યુ છે.