Simon, Bobby and Robin Arora
ધ સન્ડે ટાઇમ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા 2021ના દેશના ટોચના ટેક્સ પેયરના લિસ્ટમાં યુકેના 50 ટોચના કરદાતાઓના લીસ્ટમાં સંયુક્ત રીતે બે ભારતીય પરિવારોના નામ આવ્યા છે. 21માં નંબર પર સંયુક્ત રીતે નામ ધરાવતા ડિસ્કાઉન્ટ સેટોર્સની
Ranjit Singh Boparan
માલીકી ધરાવતા સાયમન, બોબી અને રોબિન અરોરાની ટેક્સ જવાબદારી 2020ના વર્ષમાં £37 મિલીયન હતી. જ્યારે તેમની કુલ સંપત્તી £2,111 મિલિયન હતી. તેમના પછી ફૂડ ઇન્ડસ્ટ્રીના રણજીત અને બલજીંદર બોપરાનનુ નામ આવે છે. તેમની ટેક્સ જવાબદારી 2020ના વર્ષમાં £37 મિલીયન હતી અને કુલ સંપત્તી £593 મિલિયન હતી.

ચાન્સેલર ઋષિ સુનકે કોવિડ-19 રોગચાળા દરમીયાન છેલ્લા 11 મહિનામાં અસંખ્ય ઉદ્યોગોને અને લોકોની નોકરીઓને સુરક્ષિત રાખવા માટે બિલીયન્સ પાઉન્ડનું દેવુ લીધુ છે અને દેશના દેવાની રકમ £2.1 ટ્રીલીયન થઇ ગઇ છે ત્યારે હવે  ખાઘમાંથી ઉગરવા માટે તાત્કાલિક ધોરણે નાણાં એકત્ર કરવાની જરૂર છે. ધ સન્ડે ટાઇમ્સે બનાવેલા દેશના ટોચના કરદાતાઓના લીસ્ટને જોતાં બ્રિટનના સૌથી મોટા કરદાતાઓમાં ચિંતાજનક વલણ ઉભરી આવ્યું છે.

દેવાનો દર યુકેની જીડીપીના 100 ટકાના દાયરામાં આવી ગયો છે, જે 1960ના દાયકા પછી કદી જોવા મળ્યો નથી. આ વખતની કર ચૂકવનારાઓની યાદીમાં ઘણી અસંગતતા જોવા મળી છે. ટાઇમ્સના સંશોધન મુજબ 2019 દરમિયાન બ્રેક્ઝિટ પરની અનિશ્ચિતતાને પગલે અર્થતંત્રને ઉત્તેજન આપવામાં આવ્યું હતું, પરંતુ તેની સામે કોવિડ-19 રોગચાળા પહેલાં અતિ ધનિક લોકો પહેલેથી જ ઓછો ટેક્સ ભરતા હતા. ગયા વર્ષના ટોચના 50 કરદાતાઓ પૈકી ફક્ત ત્રીજા ભાગના એટલે કે 17 જેટલા બિઝનેસ માલિકો, સેલેબ્રીટીઝ અને ઉદ્યોગસાહસિકો આ વર્ષે વધુ કર ચૂકવે છે તેમ લાગે છે. જ્યારે 16 વ્યક્તિઓ અને પરિવારો આ વર્ષે ઓછો ટેક્સ ચૂકવે છે. જ્યારે 17 લોકોનો ટેક્સ તો  એટલો ઓછો હશે કે તેઓ ટોચના 50 કરદાતાની યાદીમાંથી નીચે આવી ગયા છે. આ યાદીમાં પ્રવેશવા માટે ગયા વર્ષે ઓછામાં ઓછો £20.4 મિલિયન કર ચૂકવવો જરૂરી હતો જો કે આ લેવલ આ વર્ષે લગભગ 36 ટકા નીચે ઘટીને £13.1 મિલિયન થઈ ગયું છે.

હેરી પોટરના નિર્માતા જે.કે. રાઉલિંગે પાછલા વર્ષની કમાણી પર £34.8 મિલિયન જેટલો કર ચૂકવનાર છે જે અગાઉના વર્ષ કરતા £13.8 મિલિયન ઓછો છે જેની પાછળનું કારણ રોગચાળો છે.

દેશના ટોચના 10 કરદાતાઓની યાદી

નામ બિઝનેસ ચૂકવેલ કર £-મિલિયનમાં સંપત્તિ £-બિલિયનમાં
ડેનિસ કોટ્સ અને કુટુંબ ગેમ્બલીંગ 573 7.166
ગ્લેન ગોર્ડન અને કુટુંબ સ્પિરીટ્સ 436.4 3.186
ફ્રેડ અને પીટર ડન ગેમ્બલીંગ 191.3 1.2
વેસ્ટન કુટુંબ રીટેઇલીંગ 164.5 10.53
સ્ટીફન રુબિન અને કુટુંબ સ્પોર્ટસવેર 156.1 4.225
સર જેમ્સ ડાયસન અને કુટુંબ ગુડ્ઝ-ટેક્નોલોજી 115 16.2bn
લિયોની શ્રોડર અને કુટુંબ ફાઇનાન્સ 109.4 3.977
બેરોનેસ હોવર્ડ અને કુટુંબ પ્રોપર્ટી 96 4.316
પીટર હાર્ગ્રેવ્સ ફાઇનાન્સ 91.4 2.4
લેડી ફિલોમિના ક્લાર્ક અને કુટુંબ કાર સેલ્સ 60.3 1.131