ગુજરાતમાં વર્ષ 2022માં એટલે કે આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી અત્યંત રસપ્રદ બની હશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ વાળી ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન(AIMIM) સિવાય હવે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પણ મેદાનમાં ઉતરવા તૈયાર છે. પાર્ટી તરફથી પહેલીવાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં સ્ટેટ યુનિટની રચના પણ કરવામાં આવી છે. પાર્ટીના ગુજરાત એકમ માટે એક સંયોજકની નિમણુક કરવામાં આવી છે. પાર્ટીએ આગામી વિધાનસભામાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ટીએમસી ગુજરાતના સંયોજક જિતેન્દ્ર ખદાયતાએ કહ્યું કે ટુંક સમયમાં રાજ્ય એકમની રચના કરવામાં આવશે

નવા નિમાયેલા સંયોજક જિતેન્દ્ર ખદાયતાએ કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં 2021ની ચૂંટણી પૂરી તાકાત સાથે લડી. પાર્ટી હાઈ કમિશને નક્કી કર્યું છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ સીટો પર લડશે. જો કે તેમણે સાથે સાથે ચોખવટ કરી છે કે તેમની પાર્ટીનું અન્ય કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં થાય.