ટોકિયોમાં આયોજિત પેરાલિમ્પિકમાં શનિવારે ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ભારતે ચોથો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બેડમિન્ટનમાં ભારતના પ્રમોદ ભગતે SL3 કેટેગરીની ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 21-17થી પરાજય આપ્યો હતો. પ્રમોદ અગાઉ શૂટિંગમાં એસએચ-1 કેટેગરીની 50 મીટર એર પિસ્તોલમાં મનીષ નરવાલને ગોલ્ડ અને સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
બેડમિન્ટન એસએલ-4માં નોઇડાના ડીએમ સુહાસ યતિરાજ પણ ફાઇનલમાં પહોંચ્યા છે અને ભારતનો બીજો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. પેરાલિમ્પિકમાં શનિવાર સુધીમાં ભારતને 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મળીને 15 મેડલ મળ્યા છે. આ ઉપરાંત એસએચ-6 કેટેગરીમાં પણ કૃષ્ણા નાગર ફાઇનલમાં પહોંચી ગયો છે. કૃષ્ણાએ સેમિફાઇનલમાં બ્રિટનના વર્લ્ડ નંબર-5 ક્રિસ્ટન કૂંબ્સને 21-10, 21-11થી હરાવ્યો. આ સાથે જ તેણે બેડમિન્ટનમાં ઓછામાં ઓછો ત્રીજો સિલ્વર મેડલ સુનિશ્ચિત કરી લીધો છે.