અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 17 ઓક્ટોબર 2020ના રોજ સધર્ન વિસ્કોન્સિન રિજનલ એરપોર્ટ ખાતે એક ચૂંટણી સભા માટે આવ્યા હતા. (Photo by Scott Olson/Getty Images)

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્કોન્સિન રાજ્યમાં એક ચૂંટણી સભામાં તેમના સમર્થકોને જણાવ્યું હતું કે અમેરિકાના તમામ લોકોને કોરોના વાઇરસની સારવાર મફતમાં આપવામાં આવશે. ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે મને જે સારવાર મળી હતી તે દરેક માટે મફતમાં ઉપલબ્ધ કરવામાં આવપશે. એન્ટીબોડી શ્રેષ્ઠ છે અમે તને મફતમાં ઉપલબ્ધ કરાવીશું. આ ચૂંટણી ટ્રમ્પની સુપર રિકવરી અને બિડેનની ડિપ્રેશન વચ્ચેની પસંદગી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ ટ્રમ્પ ચૂંટણી પ્રચારના મેદાનમાં ફરી પાછા ઉતરી ગયા છે. ટ્રમ્પે સભામાં ચેતવણી આપી હતી કે, જો હરીફ ઉમેદવાર બિડનની પાર્ટીને જીત મળી તો કોરોના વાયરસની સ્થિતિ બદતર બની જશે. આખા અમેરિકાને કોરોના લહેર બર્બાદ કરી દેશે. ડેમોક્રેટિક પાર્ટી સત્તા પર આવી તો ગેરકાયદેસર રીતે લોકડાઉન લાગુ કરીને અમેરિકાએ જે રીકવરી મેળવી છે તેને ખતમ કરી નાંખશે. બિડેન દેશને લોકડાઉન લાગુ કરીને બંધ કરી દેશે, તેના કારણે કોરોનાની રસી શોધવામાં વધારે વિલંબ થશે અને કોરોનાની બીમારી લાંબો સમય ખેંચાઈ જશે.