Getty Images)

ફેડરલ તપાસમાં જાણવા મળ્યુ મુજબ ભૂતપૂર્વ ટ્રેમ્પ એડમિનિસ્ટ્રેશન દરમિયાન ઓછામાં ઓછા 13 અધિકારીઓએ તેમની સરકારી ફરજોને કેમ્પેઇન સાથે જોડીને કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. આ અધિકારીઓમાં જારેડ કુશનર અને માઇક પોમ્પિયોનો પણ સમાવેશ થાય છે.
ઓફિસ ઓફ સ્પેશિયલ કાઉન્સેલની ઓફિસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અધિકારીઓએ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી સાથે પરિણામ પર વિચાર કર્યા વગર કાયદાનો ભંગ કર્યો અને જાણીજોઇને હેચ એક્ટને નજરઅંદાજ કર્યો છે. આ કાયદો સરકારી અધિકારીઓને ચૂંટણીને અસર કરવા સહિત ઉમેદવારોને મદદ કરવામાં પોતાની અધિકૃત ફરજો બજાવવા માટે પ્રતિબંધિત કરે છે. રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વારંવાર જાહેરમાં કાયદાના ઉલ્લંઘનોથી સરકારના બિન-પક્ષપાતીય રીતે સંચાલન પ્રત્યે લોકોના ભરોસો ઓછો થાય છે. આ પ્રકારના વગર દંડના કાયદાના ઉલ્લંઘનથી આપણી લોકતાંત્રિક વ્યવસ્થાના મુખ્ય પાયાને નુકસાન થાય છે.
કાઉન્સેલ ઓફિસ દ્વારા વર્ષ 2020ની પ્રેસિડેન્શિયલ ચૂંટણી અગાઉ અધિકારીઓની ટિપ્પણી પર પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં રીપબ્લિકન નેશનલ કન્વેન્શનનો પણ સમાવેશ થાય છે, જે ઐતિહાસિક નિયમો દૂર થતાં વ્હાઇટ હાઉસમાં આયોજિત કરવામાં આવેલ.
ઓફિસ ઓફ સ્પેશિયલ કાઉન્સેલ દ્વારા એ તારણ કાઢવામાં આવ્યું કે, વ્હાઇટ હાઉસમાં કાર્યક્રમના આયોજનથી હેચ કાયદાનું ઉલ્લંઘન થતું નથી, પરંતુ કાયદાના ઉલ્લંઘનના ઘણા દાખલા જોવા મળ્યા છે.
આ અધિકારીઓમાં વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોવ્ઝ, ટ્રમ્પના જમાઇ કુશનર, જેઓ પ્રેસિડેન્ટના સીનિયર એડવાઇઝર હતા. આ ઉપરાંત વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી કેલીઘ મેકઇનેની, પ્રેસિડેન્ટના તત્કાલિન કાઉન્સેલર કેલીએન્ન કોનવે, ટ્રમ્પના સીનિયર પોલીસી એડવાઇઝર સ્ટીફન મિલર અને ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ઓ બ્રાયનનો સમાવેશ થાય છે.