કોરોનાવાયરસ લૉકડાઉન બાદ યુકેની કેટલીક અગ્રણી કંપનીઓ દ્વારા મોટાપાયે નોકરીઓમાં છટણી કરવાની ઘોષણા કરવામાં આવી છે. ઉડ્ડયન, ઓટોમોટિવ અને રિટેલ ક્ષેત્રોમાં સૌથી વધુ ફટકો પડ્યો છે. સરકારની જોબ રીટેન્શન યોજનાએ અત્યાર સુધીમાં લાખો નોકરીઓનું રક્ષણ કર્યું છે, પણ ઓગસ્ટથી આ યોજનામાં તબક્કાવાર બદલાવ થતા બેરોજગારી વધવાની આશંકાઓ વધી રહી છે.

23 માર્ચથી લોકડાઉન હળવુ થયા બાદ યુકેની કેટલીક મોટી કંપનીઓએ વૈશ્વિક સ્તરે કુલ 60,000 નોકરીઓ કાપવાની યોજના જાહેર કરી છે. જે કંપનીઓએ નોકરીમાં કપાત કરી છે તેમના નામ, નોકરીમાં કપાતની સંખ્યા અને નોકરીમાં છટણી કર્યાની તારીખ અત્રે રજૂ કર્યા છે.

કંપનીનું નામ જોબની સંખ્યા તારીખ
બર્બેરી 500 15 જુલાઈ
જી 4 એસ 1,150 13 જુલાઈ
બૂટ્સ 4,000 9 જુલાઈ
જ્હોન લુઇસ 1,300 9 જુલાઈ
સેલ્ટિક મેનોર 450 9 જુલાઈ
ડીએચએલ 2,200 7 જુલાઇ
રીચ 550 7 જુલાઈ
પ્રેટ અ મેંગર 1,000 6 જુલાઈ
કેઝ્યુઅલ ડાઇનિંગ ગ્રુપ 1,900 2 જુલાઈ
આર્કેડિયા 500 1 જુલાઈ
એસએસપી ગ્રુપ 5,000 1 જુલાઈ
એક્સેન્ચર 900 1 જુલાઈ
હેરોડ્સ 700 1 જુલાઈ
એરબસ 1,700 30 જૂન
હાર્વેઝ 240 30 જૂન
ટીએમ લેવિન 600 30 જૂન
રોયલ મેઇલ 2,000 25 જૂન
સ્વિસસ્પોર્ટ 4,500 24 જૂન
જેગ્વાર લેન્ડ રોવર 1,100 15 જૂન
ટ્રેવિસ પર્કિન્સ 2,500 15 જૂન
સેન્ટ્રિકા 5,000 11 જૂન
જ્હોન્સન મેટ્હી 2,500 11 જૂન
બોમ્બાર્ડિયર 600 11 જૂન
મોન્સુન એસેસરીઝ 545 11 જૂન
બીપી 2,000 8 જૂન
મલબેરી 470 8 જૂન
બેન્ટલી 1,000 5 જૂન
એસ્ટન માર્ટિન લેગોંડા 500 4 જૂન
લૂકર્સ 1,500 4 જૂન
રોલ્સ રોયસ 9,000 3 જૂન
ધ રેસ્ટોરન્ટ ગૃપ 3,000 3 જૂન
ઇઝીજેટ 4,500 28 મે
મેકલેરેન 1,200 26 મે
ક્લાર્ક્સ 900 21 મે
ઓવો એનર્જી 2,600 19 મે
જેસીબી 900 15 મે
ટીયુઆઇ 8,000 13 મે
વર્જિન એટલાન્ટિક 3,000 5 મે
રાયન એર 3,000 1 મે
એર લિંગસ 900 1 મે
ઓએસિસ એન્ડ વેરહાઉસ 1,800 30 એપ્રિલ
બ્રિટિશ એરવેઝ 12,000 28 એપ્રિલ
મેગ્ગીટ 1,800 23 એપ્રિલ
સફરાન 400 23 એપ્રિલ
કેથ કિડસ્ટોન 900 21 એપ્રિલ
ડેબેનહામ્સ 4,000 9 એપ્રિલ
લૌરા એશ્લી 2,700 17 માર્ચ

 

ટેડ બેકર 500 લોકોને છુટા કરશે

ગયા વર્ષે £79.9 મિલિયનની ખોટ કરનાર અને આવકમાં 36%નો ઘટાડો સહન કરનાર ટોચની ફેશન રિટેલર કંપની ટેડ બેકર 500 લોકોને છુટા કરનાર છે. જે તેના યુકેના કુલ કર્મચારીઓના ચોથા ભાગના છે. લગભગ 200 લોકો લંડનના હેડક્વાર્ટર, અગ્લી બ્રાઉન બિલ્ડિંગના હશે અને બાકીના તેના દુકાનોના હશે. યુકે અને યુરોપમાં 46 શોપ્સ અને સ્ટોર આવેલા છે.