(ANI Photo)

કર્ણાટકના એક અજ્ઞાત ભક્તે અયોધ્યા રામમંદિરમાં આશરે રૂ.30 કરોડની રામલલાની મૂર્તિ દાનમાં આપી હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. તે આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. મંદિર પરિસરમાં ટૂંક સમયમાં આ ભવ્ય પ્રતિમા બિરાજમાન કરાશે.

દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. નિષ્ણાતોના મતે આ પ્રતિમાની અંદાજિત કિંમત રૂ.30 કરોડની આસપાસ હોવાનું મનાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘આ દાતાએ તેમની ઓળખ ગુપ્ત રાખી છે. હાલ મૂર્તિની વિવિધ સ્તરે ચોકસાઈ કરાઈ રહી છે. આ મૂર્તિનું વજન આશરે 500 કિલો છે.

આ ભવ્ય પ્રતિમાને રામ મંદિરના સંત તુલસીદાસ મંદિર પાસે આવેલા ‘અંગદ ટીલા’ પર સ્થાપિત કરાશે. પ્રતિમાના અનાવરણ બાદ એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે, જેમાં દેશભરના સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે.

 

LEAVE A REPLY