ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મંગળવાર (8 ફેબ્રુઆરી)એ તેનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો. (ANI Photo)

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મંગળવાર (8 ફેબ્રુઆરી)એ તેનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો. ભાજપે પોતાના ઢંઢેરાને લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યુ છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઢંઢેરો રિલિઝ કર્યો હતો.

અમિત શાહે કહ્યુ હતુ કે, આ માત્ર ઘોષણાપત્ર નથી પણ અમારો સંકલ્પ છે અને ઉત્તરપ્રદેશને નવા ભવિષ્ય તરફ લઈ જવાનો પ્રયાસ છે. ભાજપે ખેડૂતોને મફત વીજળી, કોલેજ જતી દરેક વિદ્યાર્થિઓને મફત ટુ વ્હિલર આપવાની લવ જેહાદ સામે કાયદો ઘડવાનું વચન આપ્યું છે.

મેરઠમાં અત્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની, લવ જેહાદમાં 10 વર્ષની જેલની સજાનો કાયદો ઘડવાની, મેરઠપુર, રામપુર, આઝમગઢ, કાનપુર અને બહરાઈચમાં એન્ટી ટેરેરિસ્ટ કમાન્ડો સેન્ટર સ્થાપવાનું વચન આપ્યું છે.
મતદાતાને આકર્ષવા માટે કાનપુરમાં મેગા લેધર પાર્કની સ્થાપના કરવાની, નોકરીની દસ તકોનું સર્જન કરવાની, રાજ્યમાં ગરીબો માટે અન્નપૂર્ણા કેન્ટીન ચાલુ કરવાની, કાશી, મેરઠ, ગોરખપુર, બરેલી, ઝાંસી અને પ્રયાગરાજમાં મેટ્રો રેલ ચાલુ કરવાની, દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને 1500 રુપિયા પેન્શન આપવાની, ખેડૂતો માટે મફત વિજળી આપવાની, 25000 કરોડનુ સરદાર પટેલ એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવાની, હોળી અને દિવાળીમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપવાની, ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે એક લાખની મદદ કરવાની, 3 નવી મહિલા બટાલિયન બનાવાની પણ જાહેરાત કરી હતી.