યુક્રેનમાં યુદ્ધવિરામ વચ્ચે 15 ઓગસ્ટ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચેની અલાસ્કામાં શિખર બેઠક પહેલા અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી માટે ભારત પરની સેકન્ડરી ટેરિફમાં વધારો કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે ટેરિફમાં વધારો આ ઉચ્ચ-સ્તરીય બેઠકના પરિણામ પર આધારિત છે.
બુધવારે બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે જણાવ્યું હતું કે “અમે રશિયન તેલ ખરીદવા બદલ ભારતીયો પર ટેરિફ લગાવ્યા છે અને હું જોઈ શકું છું કે, જો આ બેઠકનું પરિણામ સારુ નહીં આવે તો તો પ્રતિબંધો અથવા ટેરિફ વધી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં રશિયન તેલ અને શસ્ત્રો ખરીદવા બદલ 25 ટકા પેનલ્ટી તરીકેની ટેરિફનો સમાવેશ થાય છે.આ સાથે, ટ્રમ્પે રશિયાને ચેતવણી પણ આપી છે કે જો મોસ્કો શાંતિ કરાર માટે સંમત નહીં થાય તો “ગંભીર પરિણામો” ભોગવવા પડશે.
