વિશ્વભરમાં કોરોનાના 43.42 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.93 લોકોએ જીવ ગુમાવ્યા છે. 16 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 83 હજાર 425 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. 2.97 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

સિએટલ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને બુધવારે કહ્યું છે કે અમેરિકામાં ઓગસ્ટની શરૂઆત સુધીમાં 1.47 લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે. આ પહેલાના અનુમાન કરતા 10 હજાર વધારે છે. ઈજિપ્તમાં કોરોના સંક્રમણના 347 નવા કેસ નોંધાતા કુલ કેસ 10 હજાર 93 થયા છે. મંગળવારે 11 લોકોના મોત સાથે મૃત્યુઆંક 544 થયો છે.

અમેરિકાની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન્થની ફોસીએ અમેરિકાના રાજ્યોમાંથી લોકડાઉનને હટાવવાને લઈને ચેતવણી આપી છે. જો મહામારી કાબૂમાં કરવાની ક્ષમતા વિકસિત કર્યા પહેલા રાજ્યોને રાહત આપવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ફરીવાર બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે.