ભારતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ કવાયત અંતર્ગત એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. શુક્રવારે દેશમાં 36.7 લાખથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયત અંતર્ગત 76મા દિવસે (1 એપ્રિલ 2021) રસીના કુલ 36,71,242 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 51,215 સત્રોનું આયોજન કરીને 33,65,597 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 3,05,645 લાભાર્થીએ રસીનો બીજો ડોઝ પ્રાપ્ત કર્યો હતો.
શુક્રવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં 11,37,456 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 6.87 કરોડથી વધારે (6,87,89,138) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 83,06,269 HCWs (પ્રથમ ડોઝ), 52,84,564 HCWs (બીજો ડોઝ), 93,53,021 FLWs (પથમ ડોઝ) અને 40,97,634 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના ચોક્કસ સહ-બીમારી ધરાવતા હોય તેવા 97,83,615 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 39,401 લાભાર્થી (બીજો ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 3,17,05,893 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 2,18,741 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.
અત્યાર સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 59.58% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. ભારતમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 9.48% ડોઝ માત્ર મહારાષ્ટ્રમાં જ આપવામાં આવ્યા છે.