ભારતના દેશના દરેક વિસ્તારોમાં કોરોના વેક્સિન પહોંચાડવા માટે ભારતીય હવાઈદળે કમર કસી છે અને તેને વેક્સિનના વિતરણ માટે 100 વિમાન તૈયાર કર્યા હોવાનું માનવામાં આવે છે.

વેક્સિનનુ વિતરણ કરવા માટે હવાઈદળે પોતાના ટ્રાન્સપોર્ટ પ્લેન અને હેલિકોપ્ટર સહિતના 100 એરક્રાફ્ટ કરી લીધા છે. એવુ મનાઈ રહ્યુ છે કે, દેશના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવા માટે તેને વિમાન મારફત પહોંચાડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં હવાઇદળે ત્રણ અલગ-અલગ પ્રકારના વિમાનોને પસંદ કર્યા છે, જજે આ કામમાં મદદ કરી શકે તેમ છે.

ખાસ વાત એ છે કે, ફાર્મા કંપનીઓ પાસેથી રસી લઈને 28000 જેટલા કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડવા માટેની જવાબદારી હવાઇદળના મહાકાય વિમાનો સી-17 ગ્લોબમાસ્ટર, સી-130 જે સુપર હરક્યુલિસ અને આઈએલ 76 નિભાવશે. નાના સેન્ટરો માટે વાયુસેનાના એએન 32 અને ડોર્નિયર પ્રકારના પ્રમાણમાં નાના વિમાનોને તૈયાર કરવામાં આવશે. આ સિવાય એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, ચિતા અને ચિનૂક હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે.
સરકારની યોજના શરુઆતના તબક્કે કોરોના સામે કામ કરનારા વોરિયર્સ અને બિમાર તેમજ વૃધ્ધ સહિત 30 કરોડ લોકોને વેક્સિન આપવાની છે. આ પહેલા 2018માં પણ હવાઈદળે રુબેલા અને મિઝલ્સની રસી પહોંચાડવા માટે મોટી ભૂમિકા ભજવી હતી.