દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને બોક્સન વિજેન્દ્ર સિંહનું સમર્થન મળ્યું છે. દ્વોણાચાર્ચ અને અર્જૂન એવોર્ડ વિજેતાઓ સાથે વિજેન્દ્ર સિંહે રવિવારે નવી દિલ્હીમાં સિંધુ બોર્ડર પર પહોંચ્યા હતા. (PTI Photo/Manvender Vashist)

કૃષિ કાયદા સામે દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં એવોર્ડ વાપસીની ઝૂંબેશ શરુ થઈ ચુકી છે અને હવે તેમાં બોક્સર વિજેન્દર સિંહ પણ જોડાયા છે. ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર વિજેન્દર સિંહે રવિવારે જાહેરાત કરી હતી કે જો સરકાર આ કાયદા પાછો નહીં લે તો હું મારો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ પાછો આપી દઈશ. વિજન્દર ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે રવિવારે દિલ્હી-હરિયાણા બોર્ડર પર પહોંચ્યા હતા.

વિજેન્દર સિંહ ગઇ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી પણ લડ્યો હતા. તેણે કહ્યું છે કે, સરકાર આ કાળો કાયદો પાછો નહીં લે તો હું મારો એવોર્ડ પરત આપી દઈશ. વિજેન્દરને 2009માં ખેલ રત્ન એવોર્ડ અપાયો હતો. આ પહેલા 2008માં તેમણે બેઇજિંગ ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જિત્યો હતો. 2009ની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જુન 2015થી પ્રોફેશનલ બોક્સિંગમાં જતા રહ્યા હોવાથી 2016ની ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો 11 દિવસથી આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ સરકાર સાથેની વાટાઘાટોનુ પણ હજી સુધી કોઈ પરિણામ આવ્યુ નથી ત્યારે ખેડૂતોને દિવસને દિવસે દેશભરમાંથી મોટા પાયે સપોર્ટ મળવાનુ શરુ થયુ છે.