Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીએ શુક્રવારે 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત લોકો માટે ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. ઝાયડસની વેક્સિનને અંતિમ મંજૂરી સાથે તે દેશની પાંચમી કોરોના વેક્સિન બની છે. આ વેક્સિન વિશ્વની પ્રથમ નીડલ ફ્રી વેક્સિન છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેને વાર્ષિક ધોરણે 100થી 120 મિલિયન ડોઝ વેક્સિનના ઉત્પાદનની યોજના બનાવી છે અને વેક્સિનનો સ્ટોક કરવાનું ચાલુ કરી દીધું છે. કંપનીએ જુલાઇમાં જણાવ્યું હતું કે તેની વેક્સિન ડેલ્ટા સહિતના કોરોનાના નવા વેરિયન્ટ સામે અસરકારક છે અને તે નીડલફ્રી છે.

ગુજરાત સ્થિત જેનેરિક ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડે 1 જુલાઈએ ZyCoV-D ના ઈમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી માટે અરજી કરી હતી. 28 હજાર સ્વયંસેવકો પર હાથ ધરવામાં આવેલા છેલ્લા તબક્કાના ટ્રાયલના આધારે આ અરજી કરવામાં આવી હતી. રસીની અસરકારકતા દર 66.6 ટકા હોવાનું બહાર આવ્યું છે. આ રસી 12 થી 18 વર્ષની વય જૂથ માટે પણ સંપૂર્ણપણે સલામત છે.

આ અગાઉ, ભારત બાયોટેક અને ICMR એ મળીને પ્રથમ સ્વદેશી કોરોના રસી, કોવેક્સીન બનાવી હતી. અત્યારે દેશમાં કુલ 4 રસીની મંજૂરી આપવામાં આવી છે, જેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પુટનિક અને મોડર્નાનો સમાવેશ થાય છે.

આ અગાઉ, ઝાયડસ કેડિલાએ કહ્યું હતું કે તેઓ મંજૂરી મળ્યા પછી બે મહિનાની અંદર રસી લોન્ચ કરી શકે છે. ઝાયકોવ-ડી રસી ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ રસી સામાન્ય ફ્રીઝરમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સંગ્રહિત કરી શકાય છે.