હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે વિન્ડરશ સ્કેન્ડલમાં મળેલા લેસનની સમીક્ષા અંતર્ગત દેશના વિઝા માટે જવાબદાર યુકેના વિઝા ડીપાર્ટમેન્ટના કલ્ચરલમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું છે. આ કૌભાંડમાં કોમનવેલ્થ હેરિટેજના હજારો લીગલ ઇમીગ્રન્ટ્સના બ્રિટિશ રેસિડેન્સીના અધિકારોને ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યા હતા.

આ નવા પગલા હેઠળ હોમ ઑફિસમાં કામ કરતા દરેકને કોમ્પ્રિહેવ્સીવ ટ્રેઇનીંગ આપવામાં આવશે જેથી તેઓ આ દેશના માઇગ્રેશન અને જાતિના ઇતિહાસને સમજે અને તેની પ્રશંસા કરે. હોમ ઑફિસમાં કામ કરતા વર્તમાન અને નવા દરેક કર્મચારીએ આ તાલીમ લેવાની રહેશે. આનાથી વિભાગમાં વધુ વૈવિધ્યસભર નેતૃત્વ થશે. હોમ ઑફિસે કહ્યું હતું કે, કોમ્પ્રિહેન્સિવ ઇમ્પ્રુવમેન્ટ યોજના સપ્ટેમ્બર સુધીમાં પ્રકાશિત કરવામાં આવશે.