અમેરિકામાં બીજીવાર યુએસ સર્જન જનરલ બનેલા ઇન્ડિયન અમેરિકન વિવેક મૂર્તિએ યુએસ અને ભારતમાં તેમના પરિવારના સાત સભ્યો ગુમાવ્યા છે.
આ અંગે વિવેક મૂર્તિએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘અમે ત્યાં અમારા પરિવાર સાથે દરરોજ વાત કરીએ છીએ. તેઓ કોરોના સામે ખરેખર સંઘર્ષ કરી રહ્યા છે. ભારતમાંથી આવી રહેલી વાતો એકદમ હ્રદયસ્પર્શી છે, અને ત્યાં ભયાનક સ્થિતિ છે, જે દેશમાં કે સમૂદાયોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આપણે આશા રાખીએ છીએ કે તે ક્યારેય ન આવે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પરંતુ હવે ભારત દરરોજ સાડાત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. ઘણાં શહેરોમાં હોસ્પિટલ સિસ્ટમ્સ ખોરવાઇ ગઇ છે, તે તમામ માગણીઓ પૂર્ણ કરવામાં લાચાર છે, અને તેમની પાસે ઓક્સિજન ઉપલબ્ધ નથી. તેઓ અત્યારે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે.’
એક પ્રશ્નના જવાબમાં મૂર્તિએ કહ્યું હતું કે, સંકટના આ સમયે અમેરિકાએ સામે પગલે ભારતને મદદ કરીને તે જાણીને તેઓ ખૂબ જ ખુશ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકન સરકાર સીડીસી અને યુએસએઆઇડી, એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા પણ ભારતને મદદ માટે ટીમો મોકલશે, જેથી સંક્રમણ અટકાવવા અને નિયંત્રણમાં મદદ થશે અને લેબોરેટરીની ક્ષમતા મજબૂત થશે. આ કામ આપણે વિશ્વભરમાં વ્યાપક રીતે કરવાનું છે, કારણ કે વૈશ્વિક મહામારીને વૈશ્વિક સહકાર અને પરસ્પર મદદની જરૂર હોય છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે વિશ્વના કોઈપણ ભાગમાં વાઇરસ અનિયંત્રિત ફેલાય છે, ત્યારે તેનો અર્થ એ કે વેરિયન્ટ ઊભા થાય છે. સમય જતા આપણને રસીથી મળેલી સુરક્ષા સામે પ્રતિરોધક બની શકીએ છીએ.’
તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના દેશો સુરક્ષિત છે, તેમની પાસે રસી છે, અને સંક્રમણ ફેલાવાને મર્યાદિત કરવાની તેમની ક્ષમતા છે તેની ખાતરી કરવી એ અમેરિકાના હિતમાં છે.