પ્રતિક તસવીર (Photo by Oli SCARFF / AFP) (Photo by OLI SCARFF/AFP via Getty Images)

વિખ્યાત મેગેઝીન વોગના એડિટર એડવર્ડ એન્નીફુલને તેમની પોતાની ઑફિસમાં પ્રવેશવા દેવાનો ઇનકાર કરનાર સિક્યુરિટી ગાર્ડને રેસીયલ પ્રોફાઇલીંગ કરવાના આરોપસર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તેમના એમ્પ્લોયરે હવે તેની તપાસ શરૂ કરી છે

સામાન્ય રીતે મેફેરમાં આવેલ વોગ હાઉસના દરવાજા પર વૃદ્ધ ગાર્ડ ફરજ બજાવતા હતા પરંતુ કૌવિડ-19ના કારણે તેઓ રજા પર હોવાથી તેમને બદલે નવા ગાર્ડને નોકરી પર મૂકાયો હતો. ગાર્ડ તેમને ઓળખવામાં નિષ્ફળ ગયો હતો અને પછી તેમને ટ્રેડ્સમેન માટેના પાછળના પ્રવેશદ્વારનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. એડવર્ડ બ્રિટનના સૌથી હાઇ પ્રોફાઇલ પત્રકારોમાંના એક છે. એડવર્ડે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘આજે મારા કામના સ્થળે પ્રવેશ કરતી વખતે સુરક્ષા ગાર્ડ દ્વારા મને રેસીયલી પ્રોફાઇલ્ડ કરવામાં આવ્યો હતો’.

48 વર્ષીય એડવર્ડનો જન્મ ઘાનામાં થયો હતો પરંતુ તેઓ પશ્ચિમ લંડનમાં ઉછરેલા છે અને તેઓ 2017માં વોગના સંપાદક તરીકે નિયુક્ત થનારા પ્રથમ અશ્વેત વ્યક્તિ છે.