Getty Images)

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 85.86 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 56 હજાર 458 લોકોના મોત થયા છે. 45.35 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ચીનની રાજધાની બેઈજિંગમાં બીજા તબક્કાના સંક્રમણના આંકડા અંગે અમેરિકાએ સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે ચીન સરકાર રાજધાની બેઈજિંગના સાચા આંકડા બતાવી રહી નથી.

વિશ્વ સામે સત્ય આવવું જોઈએ. અમારી માંગ છે કે અહીં સ્વતંત્ર ટીમ મોકલવામાં આવે. આ ટીમ બેઈજિંગમાં સંક્રમણની સ્થિતિ અને આંકડાની તપાસ કરે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આ માગ કરી છે. બીજી તરફ ચીને અમેરાકાની માગ ઉપર મૌન સેવ્યું છે.

અમેરિકામાં 22 લાખ 63 હજાર 749 કેસ નોંધાયા છે. જેમા 1 લાખ 20 હજાર 688 લોકોના મોત થયા છે. 9.31 લા ખને સારવાર પછી રજા અપાઈ છે. ચીનમાં 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે. બેઈજિંગમાં 25 કેસ નોંધાયા છે. જો કે આ આંકડો સરકારી છે. બેઈજિંગમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોઈ સંક્રમિતનું મોત થયું નથી.

બ્રાઝીલમાં 9.83 લાખ કેસ નોંધાયા છે અને 47 હજાર 869 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં એક દિવસમાં 22 હજાર 765 કેસ નોંધાયા છે અને 1238 લોકોના મોત થયા છે. સંક્રમણની દ્રષ્ટિએ બ્રાઝીલ અમેરિકા પછી બીજા નંબરે છે. કોરોના સામેની લડાઈને લઈને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોની ટિક્કા થઈ રહી છે.