Getty Images)

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 66.98 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.93 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 32.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.પેરુમાં મૃત્યુઆંક 5 હજારને પાર થઈ ગયો છે.અફઘાનીસ્તાનમાં શુક્રવારે 915 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ 18 હજાર 969 થયા છે. અત્યાર સુધીમાં અહીં 309 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકામાં 19.24 લાખ કેસ નોંધાયા છે. 1.10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 7.12 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.અમેરિકામાં સંક્રમણની સૌથી વધારે અસર ન્યૂયોર્ક રાજ્ય ઉપર પડી છે. મુશ્કેલી ત્યારે વધી જ્યારે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી વિરોધ પ્રદર્શન થયા.તેમાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા.

સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન પણ ન થયું. હવે ગવર્નર એન્ડ્રુ ક્યૂમોએ કહ્યું કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ટેસ્ટ કરાવવો જોઈએ. ક્યુમો મુજબ 30 હજાર લોકોએ ટેસ્ટ કરાવવો જોઈએ. ન્યૂયોર્કમાં 4 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 30 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગુરુવારે અહીં 137 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5031 થયો છે. સંક્રમણના નવા કેસમાં વધારો થયો છે. 24 કલાકમાં અહીં 4284 નવા કેસ નોંધાયા છે. અહીં પોઝિટિવ કેસ 1.83 લાખ કેસ નોંધાયા છે. લેટિન અમેરિકામાં બ્રાઝિલ પછી પેરુ સૌથી વધારે પ્રભાવિત છે.

અહીં વિશ્વ આરોગ્ય સંસ્થાની એક ટીમ મુલાકાત લેશે. ચીલીમાં કોરોના સંક્રમણના કેસ 1.18 લાખથી વધારે નોંધાયા છે અને 1356 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4664 નવા કેસ નોંધાયા છે અને 81 લોકોના મોત થયા છે. નવા નોંધાયેલા કેસમાં 492ને કોરોનાના કોઈ લક્ષણ નથી.