સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સિનનો ભાવ ડોઝ દીઠ 250 રૂપિયા (3.39 ડોલર) રહેવાની ધારણા છે. કંપની વેક્સિનના સપ્લાય માટે ભારત સરકાર સાથે કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ સપ્લાય માટે બીજા દેશોની સરખામણીમાં ભારતને પ્રાથમિકતા આપશે.

અગાઉ સીરમના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કે વેક્સિનનો એક ડોઝ ભારતના પ્રાઈવેટ બજારમાં રૂ.1,000માં મળશે. જોકે સરકાર સાથે જથ્થાબંધ સપ્લાઇ ડીલમાં કિંમત થોડી ઓછી હશે.