જામનગરના દ્વારકા-ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજો વચ્ચે ટકારાયા હતા. MV એવિએટર અને MV ક્રેઝ વચ્ચે અકસ્માત થતાં ઇમરજન્સી મદદની જરૂર પડી હતી. આ ઘટનાની જાણ થતાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક પહોંચીને બંને જહાજના 43 ક્રૂ-મેમ્બરને બચાવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે પાણીમાં પ્રદૂષણ ન ફેલાય એ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. એક જહાજ હોંગકોંગ અને બીજું જહાજ માર્શલ આઈલેન્ડનું હોવાનું સામે આવ્યું છે. હોંગકોંગના જહાજમાં ક્રુ મેમ્બર ભારતીય હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે માર્શલ આઈલેન્ડના જહાજમાં ફિલિપાઈન્સના કુ મેમ્બર હતા.
આ અકસ્માત ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર શુક્રવારે રાત્રે નોંધાયો હતો. કયા કારણથી આ બંને જહાજ ટકરાયા હતી તેની માહિતી મળી નથી.