દક્ષિણ ભારતના વિશ્વવિખ્યાત તીર્થધામ તિરૂપતિના મંદિરમાં એક ભક્તે અંદાજે રૂ. 3.50 કરોડની કિંમતનું 6 કિલો સોનું દાનમાં આપ્યું છે. ચેન્નાઈના રહેવાસી એક ભક્તે સોના વિશિષ્ટ પ્રકારના દાગીના મંદિરમાં દાન કર્યા છે, ભગવાન વેંકટેશ્વરાને ચઢાવાશે. મંદિર તરફથી આ ભક્ત માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ભક્ત છેલ્લા 50 વર્ષોથી ભગવાન વેંકટેશ્વરાની પૂજા કરે છે.
કોરોના વાઇરસથી સંક્રમિત થવાના કારણે તેણે ભગવાન તિરૂપતિ બાલાજી મંદિરમાં પોતાના સારા આરોગ્ય માટે માનતા માગી હતી જે પૂર્ણ થતા તેણે આ સોનાનું દાન કર્યું હતું. જ્યારે તામિલનાડુમાં રહેતા એક ભક્તે તિરૂપતિમાં લગભગ રૂ. 2 કરોડની કિંમતના સોનાનો શંખ અને ચક્ર દાનમાં આપ્યા હતા. તિરૂપતિ મંદિરમાં ભક્તો સૌથી વધારે સોનું ચઢાવે છે, દાન બાબતે આ મંદિર ભારતમાં પ્રથમ સ્થાને છે.