Public trust in US Supreme Court at 50-year low after abortion ruling
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓની આકરી ટીકા કરતાં અમેરિકામાં એક ફેડરલ જજે મંગળવારે જણાવ્યું હતું કે માત્ર પેલેસ્ટાઇનને સમર્થન અને ઇઝરાયેલની ટીકા કરવા બદલ બિન અમેરિકન નાગરિકોને દેશનિકાલ માટે ટાર્ગેટ કરવાની ટ્રમ્પની નીતિઓ બંધારણનું ઉલ્લંઘન છે. આનાથી વાણી સ્વતંત્રતા માટે ગંભીર ખતરો ઊભો થાય છે.

કેટલાંક યુનિવર્સિટી એસોસિયેશનની અરજીઓની સુનાવણી કરતાં બોસ્ટનના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ યંગે જણાવ્યું હતું કે આ નીતિ “મનસ્વી અથવા તરંગી” હોવાનું જણાય છે, કારણ કે તે તર્કસંગત સમજૂતી વિના અગાઉની નીતિને ઉલટાવી દે છે. જજે આવી નીતિને વૈચારિક દેશનિકાલ તરીકે વર્ણવી હતી, ડે પ્રથમ સુધારા તેમજ વહીવટી પ્રક્રિયા ધારાનું ઉલ્લંઘન કરે છે. આ કેસ કદાચ આ ડિસ્ટ્રિક્ટ જજના અધિકારક્ષેત્રમાં આવેલો સૌથી મહત્વપૂર્ણ કેસ છે.

આ કેસ સવાલ ઊભો કરે છે કે અમેરિકામાં કાયદેસર રીતે રહેતા બિન-નાગરિકોને ખરેખર આપણા બાકીના લોકો જેટલા જ વાણી સ્વાતંત્ર્ય અધિકારો મળે છે કે નહીં. કોર્ટ આ બંધારણીય પ્રશ્નનો સ્પષ્ટપણે જવાબ આપે છે ‘હા, તેઓ પાસે છે.
અમેરિકન એસોસિએશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ યુનિયનના પ્રમુખ ટોડ વુલ્ફસને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની રાજકીય વિચારસરણી માટે દેશનિકાલ કરવાનો ટ્રમ્પ વહીવટીતંત્રનો પ્રયાસ બંધારણ પર હુમલો અને અમેરિકન મૂલ્યો સાથે વિશ્વાસઘાત છે. આ ટ્રાયલે સરકારના એવા સાચા ઉદ્દેશ્ય ઉજાગર કર્યો છે કે જે કોઈ તેમનો વિરોધ કરવાની હિંમત કરશે તેમને ડરાવવામાં આવશે અને ચુપ કરવામાં આવશે.

LEAVE A REPLY