અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારી ખર્ચના ફંડિંગ બિલને સંસદમાં પાસ ન કરાવી શકતાં અમેરિકામાં સત્તાવાર રીતે શટડાઉનનો પ્રારંભ થયો હતો. આશરે છ વર્ષ પ્રથમ આ પ્રથમ સરકારી શટડાઉન છે. અગાઉ ટ્રમ્પની પ્રથમ ટર્મમાં 2018-19માં સરકાર માટેનું ફંડિગનું બિલ પાંચ સપ્તાહ સુધી પસાર થયું ન હતું.
ડેમોક્રેટ્સે રિપબ્લિકન સભ્યોના સ્ટોપગેપ ફંડિંગ પેકેજને અટકાવ્યા પછી મંગળવારની મધ્યરાત્રીથી સરકારી શટડાઉન ચાલુ થયું હતું. શટડાઉનને કારણે બિન-આવશ્યક સરકારી કામગીરી ઠપ્પ થઈ થઈ જશે. લાખો સરકારી કર્મચારીઓને કામચલાઉ ધોરણે પગારની નહીં મળે અને ઘણા સામાજિક સુરક્ષા લાભોની ચુકવણી ખોરવાઈ જશે.
લશ્કરી કર્મચારીઓ સહિત આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓને પગાર વિના કામ કરવું પડશે. આવશ્યક સેવા સાથે ન જોડાયેલા ફેડરલ કર્મચારીઓને રજા પર મોકલવામાં આવશે. કોંગ્રેસની બજેટ ઓફિસના અંદાજ મુજબ, ટ્રમ્પ કાયમી બરતરફી સાથે આગળ ન વધે તો પણ 750,000 જેટલા ફેડરલ કામદારોને કામચલાઉ રજા પર મોકલી દેવાશે.
પ્રેસિડન્ટ ટ્રમ્પે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર શટડાઉનની સ્થિતિમાં “ઘણા” ફેડરલ કર્મચારીઓને કાયમી ધોરણે કાઢી શકે છે.શટડાઉન દરમિયાન સામાન્ય રીતે ફેડરલ સરકાર બિન-આવશ્યક કામદારોને કામચલાઉ રજા આપે છે અને બાદમાં શટડાઉન સમાપ્ત થાય ત્યારે તેમને પગાર પાછો આપે છે.
શટડાઉન દરમિયાન હોસ્પિટલમાં તબીબી સંભાળ, સરહદ સુરક્ષા, કાયદા અમલીકરણ અને હવાઈ ટ્રાફિક નિયંત્રણ ચાલુ રહેવાની શક્યતા છે. સામાજિક સુરક્ષા અને મેડિકેર ચેક પણ મોકલવામાં આવશે, પરંતુ લાભ ચકાસણી અને કાર્ડ જારી કરવાનું બંધ થઈ શકે છે.શટડાઉન દરમિયાન નાસાના અવકાશ મિશન, ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહી અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ખાતે જાહેર આરોગ્ય સંબંધિત કેટલાક કામો જેવા સરકારી કાર્યો પણ ચાલુ રહેશે.
પરંતુ જો સંસદમાં મડાગાંઠ લાંબા સમય સુધી ચાલુ રહે તો પગાર વગરના કામદારો આવવાનું બંધ કરી શકે છે, તેનાથી મુસાફરીમાં વિલંબ થઈ શકે છે.
કેપિટોલ હિલમાં સમાધાનના કોઈ સંકેત ન હોવાથી, શટડાઉન કેટલો સમય ચાલશે તે સ્પષ્ટ નથી.. ૧૯૮૧થી સંસદે ૧૫ વખત સરકારને શટડાઉન કરી છે, જેમાંથી મોટા ભાગના શટડાઉન એક કે બે દિવસ સુધી ચાલ્યા છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, સૌથી લાંબો શટડાઉન પણ હતો.
