રશિયન ક્રૂડ
FILE PHOTO: A 3D-printed miniature model of U.S. President Donald Trump, the Indian flag and the word "Tariffs" are seen in this illustration taken July 23, 2025. REUTERS/Dado Ruvic/Illustration/File Photo/File Photo

રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મુદ્દે ભારત પરની ટેરિફમાં વધારો કરવાની ધમકી આપતા અમેરિકાના પ્રેસિન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાર, 4 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ ઓઇલની ભારતની ખરીદીથી તેઓ ખુશ નથી તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે અને વોશિંગ્ટન ખૂબ જ ઝડપથી નવી દિલ્હી પરની ટેરિફમાં વધારો કરી શકે છે. યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે રશિયન ક્રૂડની ખરીદી કરતાં દેશો પર 500 ટકા સુધીની ટેરિફ લાદવાની જોગવાઈ કરતું બિલ તૈયાર કર્યું છે ત્યારે ટ્રમ્પની આ વોર્નિંગનું વિશેષ મહત્ત્વ છે.

ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી જતી વખતે એર ફોર્સ વનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ (ભારત) મૂળભૂત રીતે મને ખુશ કરવા માંગે છે. મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ એક સારા માણસ છે. તેઓ જાણે છે કે હું ખુશ નથી અને મને ખુશ કરવું મહત્વપૂર્ણ છે. તેઓ વેપાર કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ. તે તેમના માટે ખૂબ જ ખરાબ હશે.

એરફોર્સ વન પર ટ્રમ્પ સાથે આવેલા યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું હતું કે ભારત પર ટ્રમ્પે ટેરિફ લાદી હોવાથી ભારતે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો છે. ગ્રેહામે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી કરતાં દેશોની આયાત પર 500 ટકા ટેરિફ લાદવાની જોગવાઈ કરતાં તેમના ટેરિફ બિલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માટે પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ગ્રાહકો પર દબાણ લાવવું જ પડશે.

ગ્રહામે જણાવું હતું કે રશિયન ક્રૂડની ખરીદી માટે અમેરિકાએ ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદી છે. હું લગભગ એક મહિના પહેલા ભારતીય રાજદૂતના ઘરે હતો અને તેઓ ફક્ત એટલી જ વાતચીત કરવા માંગતા હતાં કે તેઓ રશિયન તેલની ખરીદી ઓછી રહ્યા છે. શું તમે પ્રેસિડન્ટને ટેરિફમાં રાહત આપવાનું કહેશો?

LEAVE A REPLY